નોર્થ કોરીયાનો શાસક કિમ જોંગ કેમ થયો નારાજ !

0
162

નોર્થ કોરિયા દુનિયાનો એક એવો દેશ છે જ્યાં તાનાશાહ કિમ જોંગનુ એકહથ્થુ શાસન છે. કિમ જોંગનો શબ્દ જ આ દેશમાં કાયદો છે. જોકે અહીંયા બાળકોના શિક્ષણને બહુ મહત્વ અપાય છે અને તેના જ કારણે હવે સ્કૂલોમાં ખાલી ક્લાસરૂમ જોઈને કિમ જોંગની સરકાર અકળાઈ છે. સરકારે બાળકોના માતા પિતાને જો બાળકોને સ્કૂલમાં ના મોકલ્યા તો જાહેરમાં અપમાનિત થવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે. ઉત્તર કોરિયામાં નવુ શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ પણ મોટાભાગના વર્ગોમાં કાગડા ઉડતા દેખાઈ રહ્યા છે. તેની પાછળનુ કારણ એવુ છે કે, દેશમાં અત્યારે ખેતરોમાં વાવણીની સીઝન પણ ચાલી રહી છે. ગરીબ પરિવારોના બાળકો ખેતરમાં પોતાના માતા પિતાને મદદ કરતા હોવાથી સ્કૂલે જઈ શકતા નથી. રેડિયો સર્વિસના કહેવા અનુસાર સરકારે હવે આવા બાળકોના માતા પિતાને નોટિસો  મોકલીને કહ્યુ છે કે, બાળકો સ્કૂલે નહીં જાય તો તમને જાહેરમાં અપમાનિત કરવામાં આવશે.