રાહુલ ગાંધીનો ભારત જોડો યાત્રા ગુજરાતથી કેમ,, જાણો કોંગ્રેસની રણનીતિ !

1
70
ભારત જોડો
ભારત જોડો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાની બીજા ચરણ માટે આમંત્રણ આપ્યું છે. રાહુલ ગાંધીને મોકલવામાં આવેલા આમંત્રણમાં રાજ્ય એકમે ગુજરાતમાંથી યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. એકમે આ માટે જરૂરી કારણોની ગણતરી કરી છે પણ હવે સવાલો ઉઠ્યા છે કે ગુજરાતની ચૂંટણી સમયે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાથી ગુજરાતને બાકાત રાખ્યું હતું. વિધાનસભાની ચૂંટણી સમયે રાહુલ ગાંધીની સૌથી વધારે જરૂર ગુજરાતમાં હતી એ સમયે રાહુલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા. યાત્રા મહારાષ્ટ્રમાંથી પસાર થઈ પણ પડોશી રાજ્ય ગુજરાતને બાકાત રખાતાં ગુજરાતમાં કોંગ્રેસ 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. આ પહેલાંની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો એ રાહુલ ગાંધીને આભારી હતો. આમ છતાં રાહુલ ગાંધી કે કોંગ્રેસે એક પણ સભા કરવાનું મુનાસિબ માન્યું ન હતું. હવે ગુજરાત કોંગ્રેસ કેમ લાલજાજમ પાથરે છે એ સૌથી મોટો સવાલ છે. 

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પરથી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાના પ્રારંભ માટે ગુજરાત કોંગ્રેસે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. પાર્ટીના રાજ્ય એકમે આ સંદર્ભે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાજ્યમાંથી યાત્રા કાઢવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના મહત્વ પર ભાર મૂકતા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમે રાહુલ ગાંધીને મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાતથી ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરવા આમંત્રણ આપ્યું છે. ગુજરાતથી યાત્રા શરૂ કરવાનું પોતાનું મહત્વ છે. ચાવડાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી છે કે રાહુલ ગાંધી ગુજરાતમાંથી પોતાની યાત્રા શરૂ કરી શકે છે. આ યાત્રા ગાંધી જયંતિના દિવસે શરૂ થાય તેવી શક્યતા છે

1 COMMENT

Comments are closed.