ભારત અને અમેરિકાના સયુક્ત યુદ્ધ અભ્યાસ પર ચીન કેમ રાખી રહ્યો છે નજર

0
126

ભારત અને અમેરિકાની વાયુસેના વચ્ચે 12 દિવસનો સંયુક્ત યુદ્ધાભ્યાસ પશ્ચિમ બંગાળના પાનાગઢ એરફોર્સ સ્ટેશન ખાતે શરૂ થઈ ચુકયો છે. અમેરિકા તરફથી આ કવાયતમાં  દુનિયામાં કોઈ પણ સ્થળે બોમ્બમારો કરી શકે તેવા બી-1 બી લાન્સર બોમ્બર વિમાનો, એફ-15 ઈગલ લડાકુ વિમાનો અને ટ્રાન્સપોર્ટ વિમાન સી-130 સુપર હરક્યુલિસ ભાગ લઈ રહ્યા છે. તો બીજી તરફ ભારતીય વાયુસેનાના સ્વદેશી બનાવટના તેજસ, સુખોઈ એમકેઆઈ-30 અને રાફેલ વિમાનો અમેરિકન વિમાનો સાથે ઉડાન ભરતા જોવા મળી રહ્યા છે. અમેરિકા સાથેની કવાયતમાં પહેલી વખત ભારતીય વાયુસેનાએ પોતાના રાફેલ વિમાનોને પણ સામેલ કર્યા છે. જે એરબેઝ પર આ અભ્યાસ ચાલી રહ્યો છે ત્યાંથી ચીનની સરહદ નજીક છે અને ચીનના સંરક્ષણ  નિષ્ણાતો આ કવાયત પર નજર રાખી રહ્યા છે.