ગુજરાતના સબ રજીસ્ટ્રાર કચેરીઓ કેમ રહેશે બે દિવસ બંધ

0
52

રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ટેકનીકલ કારણસર તા. ૨૪ અને ૨૫ એપ્રિલ-૨૦૨૩ દરમિયાન સંપૂર્ણ બંધ રહેશે. જે પક્ષકારોએ તા.૨૪ અને ૨૫ એપ્રિલની એપોઈમેન્ટ લીધી હશે તેઓ તા.૨૬ થી ૨૯ એપ્રિલ- ૨૦૨૩ દરમિયાન કોઈપણ દિવસે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે.તમને જણાવી દઇએ કે રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓ ગત તા. ૧૧ અને ૨૫ માર્ચ તેમજ ૦૪, ૦૭ અને ૦૮ એપ્રિલ-૨૦૨૩ની જાહેર રજાના દિવસોએ દસ્તાવેજ નોંધણીની કામગીરી માટે કાર્યરત હતી, જેના કારણે ગરવી વેબ એપ્લિકેશનનું ટેકનીકલ મેઇન્ટેનન્સ કરવાનું બાકી હતું