પીએમ મોદીએ ભુપેન્દ્ર પટેલના કેમ કર્યા વખાણ

0
140

પીએમ મોદી 12મી મેના દિવસે ગુજરાતની મુલાકાત કરી ગયા, ત્યારથી ચર્ચા છે કે સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલે જવાબદારી છોડવાની ઇચ્છા દર્શાવી હતી, ઉલ્લેખનિય છે કે તેમના પુત્રને બ્રેઇન સ્ટ્રોક હોવાથી તે મુંબઇની હોસ્પિટલમા દાખલ છે,,ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદીએ રવિવારે ટ્વીટ કરીને તેમની સાદગીના વખાણ કર્યા છે,,ટ્વીટમાં તેઓએ લખ્યુ છે કે

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે. હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.

તો સામે ભુપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કરીને આભાર માન્યો છે,  તેઓએ લખ્યુ છે કે

આદરણીય વડાપ્રધાનશ્રી, માતાપિતા અને ગુરુજનોએ આપેલી વ્યવહારશુદ્ધિની શીખ તેમજ જાહેરજીવનમાં સંપૂર્ણ પ્રામાણિકતાયુક્ત આપનું જીવન મારા માટે હંમેશા દિવાદાંડી બનીને રહ્યા છે. દીકરાના સ્વાસ્થ્ય માટે આપની પ્રાર્થના અને આપનો સાથ મારા માટે અમૂલ્ય છે.. મારા માટે શક્તિનો મોટો સ્ત્રોત છે.

આમ જે રીતે વડા પ્રધાને વખાણ કર્યા છે તેને લઇને રાજનીતિક ચર્ચાઓ શરુ થઇ ગઇ છે,

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ