HomeGujaratધીરેન્દ્ર શાસ્ત્રીના બાઉન્સરે લોકલ બાઉન્સરને કેમ માર્યો લાફો ?

ધીરેન્દ્ર શાસ્ત્રીના બાઉન્સરે લોકલ બાઉન્સરને કેમ માર્યો લાફો ?

ધીરેન્દ્ર શાસ્ત્રીના બાઉન્સરે સ્થાનિક બાઉન્સરને લાફો માર્યો

હાથાપાઇના દૃશ્યો થયા કેમેરામાં કેદ

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે છે,,ત્યારે તેઓ બે દિવસ માટે રાજકોટ પહોચ્યા છે,જ્યાં તમનો  દિવ્ય દરબાર લાગવાનો છે,રાજકોટના અમીન માર્ગ પર આવેલા કિંગ્સ હાઇટ્સ ખાતે કિશોર ખંભાયતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જો કે, અહીં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેના બાઉન્સર અને આયોજકો દ્વારા રાખવામાં આવેલા સ્થાનિક બાઉન્સર વચ્ચે હાથાપાઈનાં દૃશ્યો સર્જાયાં હતાં. જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના બાઉન્સરે સ્થાનિક બાઉન્સરને લાફો ઝીંક્યો હોવાનું કેમેરામાં કેદ થયું હતું. આ તકે બાબા બોલી રહ્યા હતા કે, ‘રાજકોટ કે સભી પાગલો કો સાધુવાદ, કલ દિવ્ય દરબાર લગેગા’ આ પછી તરત ઝપાઝપી થતાં બાબાના ડ્રાઈવરે કાર દોડાવી મૂકી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલ રાજકોટમાં કાર્યક્રમને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.તમને જણાવી દઇએ કે બાબાને કેન્દ્ર સરકારે વાય કેટેગરીની સુરક્ષા આપી છે,

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments