એક જ પરિવારના 7 સભ્યોએ કેમ કર્યો આપઘાત? આખરે સ્પેશિયલ ટીમની રચના,કોણ જવાબદાર સરકાર કે સમાજ

0
123
સામૂહિક આત્મહત્યા
સામૂહિક આત્મહત્યા

સુરત શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના બની હતી. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના 7 લોકોએ આપઘાત કર્યો હતો.અડાજણ પાલનપુર સામુહિક આપઘાત મામલે તપાસ માટે સ્પેશ્યલ ટીમની રચના કરાઈ છે. DCP ઝોન 5, ACP ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમનો સામેલ કરવામાં આવ્યો છે. સાથે જ ટેક્નિકલ ટીમની મદદ લેવાશે.

પરિવારના સભ્યોને ઝેરી પ્રવાહી પીવડાવી ફાંસો ખાધો
સુરત શહેરના અડાજણમાં આવેલા પાલનપુર પાટિયા વિસ્તારમાં સિદ્ધેશ્વરી એપાર્ટમેન્ટમાં પરિવારની સામૂહિક આપઘાતની ઘટના બની હતી. જેમાં પતિ, પત્ની, માતા, પિતા, બે બાળક અને એક બાળકી સહિત પરિવારના 7 લોકોએ આપઘાત કર્યો હતો. ફર્નિચરનાં કામકાજના કોન્ટ્રેક્ટ રાખતા મનીષ સોલંકીએ પરિવારના સભ્યોને ઝેરી પ્રવાહી પીવડાવી ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં ત્રણ બાળક છે. જે તમામની ઉંમર 8 વર્ષથી ઓછી છે. મનીષ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો. આ પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.

સ્પેશ્યલ ટીમની રચના કરાઈ
આ મામલે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. સામુહિક આપઘાત મામલે તપાસ માટે સ્પેશ્યલ ટીમની રચના કરાઈ છે. DCP ઝોન 5, ACP ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ટીમનો સામેલ કરવામાં આવ્યો છે. સાથે જ ટેક્નિકલ ટીમની મદદ લેવાશે.

આપઘાત માટે ઝેરી દવા ડિવાઇન N5 ઉપયોગ કરાયો
પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું હતું કે પરિવારના 6 લોકોએ ઝેરી દવા ગટગટાવી અને એક વ્યક્તિએ ગળેફાંસો ખાધો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે મેં લોકો સાથે સારું વર્તન કર્યું છે. પરંતુ લોકોએ મારી સાથે સારું વર્તન કર્યું નથી. આપઘાત માટે ઝેરી દવા ડિવાઇન N5 ઉપયોગ કરાયો હતો. ફોરેન્સિક પુરાવા એકત્રિત કરાયા છે.