અમિત શાહે કેમ કહ્યુ રાહુલ ગાંધી પોતાની સજાને પડકારે

0
133

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશમાં કૌશામ્બી ઉત્સવના પ્રારંભ પ્રસંગે કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીની ગેરલાયકાત મુદ્દે સંસદમાં ચાલી રહેલી ગતિવીધીને લઈને કોંગ્રેસ પાર્ટીને ઘેરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે બજેટ સત્રની ચર્ચા વિના સંસદ સમાપ્ત થઈ ગઈ હોય.

કેન્દ્રીય મંત્રી શાહે તેમના ભાષણમાં કહ્યું કે ગઈકાલે જ સંસદ સમાપ્ત થઈ હતી. આઝાદીના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે દેશના બજેટ સત્રની ચર્ચા કર્યા વિના સંસદ સમાપ્ત થઈ ગઈ હોય. વિપક્ષના નેતાઓએ ગૃહની કામગીરી ચાલવા દીધી ન હતી. તેનું કારણ એ છે કે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ આ સજાને પડકારવી જોઈએ. તમે સંસદના સમયનું બલિદાન આપ્યું છે.