WHO IS SWATI MISHRA : વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર શેર કરી લિંક, ટેગ કરી કર્યા વખાણ
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની રાહ જોવાઈ રહી છે. આ પહેલા માત્ર અયોધ્યામાં જ નહીં દેશભરમાં ‘રામ આયેંગે’ ભજન ગુંજી ઉઠ્યું છે. તે ભજન, જેને સમગ્ર દેશે ખૂબ પસંદ કર્યું છે, તેના હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફેન બની ગયા છે.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું
ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ ભજન શેર કરતા, વડાપ્રધાને કહ્યું, ‘શ્રી રામ લાલાને આવકારવા સ્વાતિ મિશ્રાજીનું આ ભક્તિમય ભજન મંત્રમુગ્ધ કરી દે છે.’ હવે પીએમ તરફથી પ્રશંસા મળવાથી સિંગર ખૂબ ખુશ થઈ ગયા છે.
‘રામ આયેંગે’ ભજન ગાનારા સિંગરનું નામ સ્વાતિ મિશ્રા છે, જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ટેલેન્ટને લોકો સામે મુક્યું છે અને ફેમ હાંસલ કરી છે. તો ચાલો તમને જણાવીએ કે કોણ છે ‘રામ આયેંગે’ સિંગર સ્વાતિ મિશ્રા.
સ્વાતિ મિશ્રા એક એવી ગાયિકા છે જેણે યુટ્યુબ અને સોશિયલ મીડિયા દ્વારા પોતાની ઓળખ બનાવી છે. બિહારની પુત્રી હવે મુંબઈમાં રહે છે અને કારકિર્દી બનાવી રહી છે. સ્વાતિ પોતાની ત્રણ YouTube ચેનલો ચલાવે છે જેના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે.
WHO IS SWATI MISHRA?
સિંગર સ્વાતિ મિશ્રા બિહારના છપરા સદરના માલા ગામના રહેવાસી છે. તેમણે છપરામાંથી જ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આવી ગયા. અહીંથી સ્વાતિએ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, સ્વાતિએ કારકિર્દી તરીકે ગાયન પસંદ કરવાનું નક્કી કર્યું અને માયાનગરી આવી ગયા. ત્યારથી અત્યાર સુધી તે મુંબઈમાં છે અને પોતાની કારકિર્દી બનાવી રહી છે.
સ્વાતિ મિશ્રા યુટ્યુબ પર
સ્વાતિ મિશ્રા હાલમાં યુટ્યુબથી ગ્રો કરી રહી છે. હાલમાં તેઓ તેમની ત્રણ ચેનલો દ્વારા સમાચારમાં રહે છે. એક ચેલન પર તે ભોજપુરી કન્ટેન્ટ શેર કરે છે અને બીજી માત્ર ભજન સાથે સંબંધિત છે. તમામ ચેનલો પર લાખો સબ્સ્ક્રાઇબર્સ છે.
‘રામ આયેંગે’ ભજન કેવી રીતે લોકપ્રિય થયું?
દિવાળીના સમયે ‘રામ આયેંગે’ ભજન સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. દર બીજી રીલ અને શોર્ટ્સ પર આ જ ભજન સાંભળવા મળી રહ્યું હતું. અહીંયા સુધી કે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેથી લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ભજન પર વીડિયો શેર કર્યો છે. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી ઘપ સુધી સ્વાતિ મિશ્રાના સુરો રેલાઈ રહ્યા હતા. અને લોકો વખાણ કરી રહ્યા હતા.
‘રામ આયેંગે’ ભજન ગાવાનું કેવી રીતે નક્કી થયું
એક ઈન્ટરવ્યૂમાં સ્વાતિ મિશ્રાએ જણાવ્યું કે તેઓ યુટ્યુબ ઉપર સંતોને અને ભજન સાંભળવાનું પસંદ કરે છે. એક દિવસ તેમએ આ ભજન સાંભળ્યું અને લાગ્યું કે તેમને આ ગાવો જોઈએ. તેમણે જ્યારે સાંભળ્યું હતું ત્યારે કથાકાર માત્ર તબલા અને ઢોલ પર આ ભજન ગાઈ રહ્યા હતા એટલ સ્વાતિએ તેમના મ્યૂઝિક કમ્પોઝરને કહ્યું કે આ ભજનમાં મ્યૂઝિક એડ કરી કઈક બનાવવું જોઈએ જે યંગ જનરેશનને પણ ગમે.
‘રામ આયેંગે’ પહેલા સ્વાતિના આ ગીતો વાયરલ થયા હતા.
સ્વાતિ મિશ્રાએ પોતાની ક્રિએટિવિટી અને મ્યુઝિક કમ્પોઝિશન વડે ગીતોને બદલીને નવો ફ્લેવર આપ્યો છે. આ જ કારણ છે કે તે આજની પેઢી સાથે પોતાની જાતને વધુને વધુ જોડે છે. ‘રામ આયેંગે’ પહેલા તેમના ગીત ‘તોસે સજના’ અને ‘કહાની સુનો’ ઘણા વાયરલ થયા હતા.
સ્વાતિ મિશ્રા જે પણ ગીતો રિક્રિએટ કરે છે તેમાં થોડા લિરીક્સ બદલી નાખે છે. પોતાનું કોમ્પોઝિશન જોડે છે અને પછી અપલોડ કરે છે, અને આ જ ક્રિએટીવીટીના કારણે લોકો તેમને પસંદ કરે છે. સ્વાતિ પણ આ જ કારણોસર માને છે કે તેમની યુટ્યુબ ચેનલ્સ બુસ્ટ થઈ છે.
મુંબઈમાં કરિયર બુસ્ટ થવાની રાહ
સ્વાતિ હાલ મુંબઈમાં રહીને ચેનલ્સ પર કામ કરી રહી છે. લાખો સબ્સક્રાઈબર થઈ જતા તે આવી જ રીતે મહેનત કરી તેને આગળ વધારવા માગે છે. તે મોટા સ્ટાર્સ સાથે કરવા પણ તૈયાર છે.
વડાપ્રધાને વખાણ કરતા શું કહ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતિ મિશ્રાને ટેગ કરીને તેમના વખાણ કરતા સ્વાતિ હાલ ખૂબ જ ખુશ છે. સ્વાતિએ વડાપ્રધાને કરેલા પોસ્ટ્સને રિપોસ્ટ કરી ખુશી વ્યક્ત કરી છે. સાથે જ તેમણે લખ્યું છે કે મારા પર સાચે જ ભગવાન રામની કૃપા થઈે છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો