PM Modi In Russia: ભારત-રશિયાની મિત્રતા પર કોણે થઇ ઈર્ષા, રશિયા કોને આપ્યો વળતો જવાબ?

0
345
PM Modi In Russia: ભારત-રશિયાની મિત્રતા પર કોણે થઇ ઈર્ષા, રશિયા કોને આપ્યો વળતો જવાબ?
PM Modi In Russia: ભારત-રશિયાની મિત્રતા પર કોણે થઇ ઈર્ષા, રશિયા કોને આપ્યો વળતો જવાબ?

PM Modi In Russia:: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો છે. ઝેલેન્સકીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે તે ખૂબ જ દુઃખદ છે કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નેતાએ ત્યાં જઈને વિશ્વના સૌથી મોટા ગુનેગારને ગળે લગાડયા. ઝેલેન્સકીના આ નિવેદન પર રશિયાએ પ્રતિક્રિયા આપી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાત લીધી હતી. પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત પર આખી દુનિયાની નજર હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત પસંદ નથી આવી. તેમણે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની બેઠક પર તીખી ટિપ્પણી કરી.

2 54

Russia: ઝેલેન્સકીએ બેઠકની નિંદા કરી

ઝેલેન્સકીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, “એવા સમયે જ્યારે રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે, તે ખૂબ જ દુઃખદ છે કે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નેતાએ ત્યાં જઈને વિશ્વના સૌથી મોટા અપરાધીને ગળે લગાડવું ન જોઈએ.”

રશિયા (Russia)એ ઝેલેન્સકીને જવાબ આપ્યો

ઝેલેન્સકીના આ નિવેદન પર રશિયાએ પ્રતિક્રિયા આપી છે. ભારતમાં રશિયાના ચાર્જ ડી અફેર્સ રોમન બાબુશકિને જણાવ્યું હતું કે “હૉસ્પિટલ સામે ગોળીબાર થયો ત્યારે તેઓએ આ કેમ ના કહ્યું. તે રશિયન મિસાઇલ નહીં પરંતુ યુક્રેનિયન એન્ટિ-મિસાઇલ હતી”

તમને જણાવી દઈએ કે મંગળવારે આ મિસાઈલ હુમલામાં 37 લોકો માર્યા ગયા હતા, જેમાંથી ત્રણ બાળકો હતા અને 13 બાળકો સહિત 170 લોકો ઘાયલ થયા હતા. યુક્રેને એવો પણ દાવો કર્યો હતો કે બાળકોની સૌથી મોટી હોસ્પિટલ, જ્યાં કેન્સરથી પીડિત બાળકોની સારવાર ચાલી રહી હતી.

Zelensky ચૂંટણી યોજવી પડશે: રશિયા

રોમન બાબુશકિને કહ્યું કે પશ્ચિમને યુદ્ધને રોકવામાં કોઈ રસ નથી કારણ કે તે તેમની કાયદેસરતા પર સવાલ ઉઠાવશે. તેમનો કાર્યકાળ માર્ચમાં પૂરો થયો અને તેમણે ચૂંટણી બોલાવવી પડશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો