ગુજરાત વિધાનસભામાં સૌથી ઓછુ ખર્ચ કોણે કર્યું !

0
145

શુ તમે જાણો છો ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં કયા ઉમેદવારો સૌથી વધુ અને કોણે સૌથી ઓછો ખર્ચ કર્યો,, તેમના ખર્ચાઓ જાણીને તમે ચોંકી જશો, હાલમાં જ એડીઆર એટલે કે એસોસિએશન ફોર ડેમોક્રેટિંક રિફોર્મ્સ નામની સંસ્થાએ આ આકડા જાહેર કર્યા છે, આ આકડા મુજબ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 પૈકી 23 ધારાસભ્યોએ 50% થી પણ ઓછો ખર્ચ દર્શાવ્યો છે. જ્યારે ગુજરાતનાં દરેક ધારાસભ્યની વાત કરીએ તો ધારાસભ્યો દ્વારા સરેરાશ 27.10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધારે ભાજપના ધારાસભ્યોએ દ્વારા સરેરાશ 27.94 લાખ, કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા સરેરાશ 24.92 લાખ, આપના ધારાસભ્યો દ્વારા સરેરાશ 15.63, સમાજવાદીપાર્ટીના ના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા 6.87 લાખ જ્યારે અપક્ષ ઉમેદવારો દ્વારા સરેરાશ 21.59 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ ચૂંટણી દરમિયાન માત્ર 9 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે ભાજપના ધારાસભ્ય જયરામ ગામિતે આ ચૂંટણી દરમિયાન સૌથી વધારે 38 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને બીજા નંબરે લક્ષ્મણ ઠાકોરે ચૂંટણીની દરમિયાન 37 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબસાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ