WHOના વડા ભારતાના પ્રવાસે,આયુષ મંત્રાલય દ્વારા સ્વાગત કરાયું

0
146
WHOના વડા ભારતાના પ્રવાસે,આયુષ મંત્રાલય દ્વારા સ્વાગત કરાયું
WHOના વડા ભારતાના પ્રવાસે,આયુષ મંત્રાલય દ્વારા સ્વાગત કરાયું

WHOના વડા ભારતાના પ્રવાસે

 WHOના વડાએ દાંડિયા રમ્યા

આયુષ મંત્રાલયે વીડિયો શેર કર્યો

WHOના વડા(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ ભારતની મુલાકાતે છે. તેમના ભારતમાં આગમન બાદ આયુષ મંત્રાલય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આયુષ મંત્રાલયે તેના  Twitter હેન્ડલ પર લખ્યું, ‘WHOના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસનું હાર્દિક સ્વાગત છે. તેમને તુલસીભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પ્રિય નામ તેમને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનાયત કર્યું હતું.’આયુષ મંત્રાલયે એક વીડિયો ક્લિપ શેર કરી છે.

તુલસી ભાઈ નવરાત્રી માટે તૈયારઃવડાપ્રધાન મોદી

ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં  WHO ના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ દાંડીયા રાસ રમતા જોવા મળી રહ્યાં છે.આયુષ મંત્રાલયના આ ટ્વીટને રીટ્વીટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, “મારા પ્રિય મિત્ર ‘તુલસીભાઈ’ નવરાત્રી માટે તૈયાર છે! ભારતમાં ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસનું સ્વાગત છે.

છેવટે, ટેડ્રોસ તુલસીભાઈ કેવી રીતે બન્યા?

અગાઉ, જ્યારે તેઓ વર્ષ 2022 માં ભારત આવ્યા હતા, ત્યારે ગુજરાતના ગાંધીનગરમાં ત્રણ દિવસીય ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ દરમિયાન પીએમ મોદીએ તેમને તુલસીભાઇ તરીકે સંબોધ્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, ટેડ્રોસ મારા સારા મિત્ર છે.તે હંમેશા મને કહેતો કે મને ભારતીય શિક્ષકોએ શીખવ્યું છે અને તેમના કારણે જ હું આજે અહીં છું. તેમણે મને કહ્યું કે હું સાચો ગુજરાતી બની ગયો છું. શું તમે મારા માટે નવું નામ વિચાર્યું છે? હવે હું તેમને તુલસીભાઈ કહીશ.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ