ક્યાં કાર બની યમદુત

0
149

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટના રામાપીર ચોકડી બ્રિજ ઉતરતા પૂરપાટ ઝડપે આવતી મર્સિડિઝ કારે રાહદારી યુવકને અડફેટે લીધો હતો. કારની સ્પીડ એટલી જોરદાર હતી કે, યુવક હવામાં ઉછળ્યો હતો અને ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું.મૃતક યુવકનું નામ મયુર તન્ના છે અને જે મૃતક માધાપર ચોકડી પાસે ગોલ્ડન પિર્તિકોમાં રહે છે.અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. કારમાં યુવતી પણ સવાર હોવાની માહિતી સામે આવી છે. ઘટના સ્થળેથી બંને રાતોરાત ભાગી ગયા હતા. માહિતી મુજબ કારનો ઇન્સ્યોરન્સ 7 ઓગસ્ટ 2022 ના રોજ પુરો થઇ ગયો છે. રાજકોટના બિલ્ડરની કાર હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આરટીઓની વેબસાઈટ પર કાર વિરેન જસાણીના નામે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે જોતા રહો અમારી વેબ લાઇટ

વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ ન્યૂઝ