મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ રવિવારે સાંજે ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામના અમૃત સરોવરના નિરીક્ષણ માટે ઓચિંતા જ પહોંચી ગયા હતા.
મુખ્યમંત્રી એ અમૃત સરોવરની પ્રગતિ હેઠળની કામગીરીનું નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણી પણ સ્થળ ઉપર જ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના અમૃતકાળમાં દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણના કરેલા આહવાનને ઝીલી લઇને ગુજરાતે અમૃત સરોવર નિર્માણ વેગવંતુ બનાવ્યું છે.
મુખ્યમંત્રીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે મે-૨૦૨૩ સુધીમાં ૨,૪૭૦ અમૃત સરોવર સાઇટ પર કામગીરી પૂર્ણ કરી છે.
આવા અમૃત સરોવર ૧ એકર વિસ્તારમાં નિર્માણ કરવામાં આવે છે અને અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર જળસંગ્રહ ક્ષમતા ધરાવે છે.
અમૃત સરોવરના નિર્માણમાં જળસંચય સાથે જનભાગીદારી પ્રેરીત કરવાનો ઉદાર અભિગમ રાખવામાં આવેલો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આવા અમૃત સરોવરની કામગીરીના પ્રત્યક્ષ નિરક્ષણ માટે ગાંધીનગરના દહેગામ તાલુકાના કરોલી ગામે અચાનક પહોંચ્યા હતા.
તેમણે દહેગામના હરસોલી ગામની મુલાકાત લઇને ગ્રામજનો સાથે સંવાદ અને ગામમાં માતાનું મંદિરના દર્શન-અર્ચન પણ કર્યા હતા.