નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ,કોંગ્રેસના પ્રહાર

0
160
નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ,કોંગ્રેસના પ્રહાર
નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ,કોંગ્રેસના પ્રહાર

નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ

કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી

ભાજપ પર કર્યાં આકરા પ્રહાર

ખેડૂતો થયા પાયમાલ : કોંગ્રેસ

હજારો માણસો તબાહ થઈ ગયા : કોંગ્રેસ

નર્મદાના પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે કોંગ્રેસ કમિટીના સભ્યો દ્વારા ભરૂચ, અંકલેશ્વરના વિસ્તારોમાં રૂબરૂ ગયા પછીનો ત્યાંની સ્થિતિ વર્ણવતા પત્રકાર પરિષદ  યોજીને વિગતો આપી..કોંગ્રેસ વિધાનસભાના  ઉપનેતા શૈલેષ પરમારે મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે ભાજપના ઉત્સવ પ્રિય નેતાઓ હજુ સુધી લોકો સુધી પોહંચ્યાં નથી.ભરૂચ જિલ્લાનું કડુદ ગામ, શુક્લતીર્થ ગામમાં 12ફૂટથી 15 ફૂટ પાણી હતું.શેલેષ પરમારે વધુમાં જણાવ્યું હતું કે દુકાનો મકાનોમાં પાણી ઘુસી જવાથી સોના ચાંદી ના વેપારીઓ પાયમાલ થયા છે.  કોઇપણ પ્રકારનું ફૂડ પેકેટ કે ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં નથી આવી

કોંગ્રેસ નેતા  હિંમતસિંહ પટેલની પ્રતિક્રિયા

પૂરની ગંભીરતા જોઈને જાણ નથી કરી : હિંમતસિંહ પટેલ

હજારો માણસો તબાહ થઈ ગયા : હિંમતસિંહ પટેલ

પી.એમના જન્મ દિન નિમિત્તે માણસોના જીવ જતા રહે : હિંમતસિંહ પટેલ

સંસદ ચાલુ હતી તો અમે તાત્કાલિક પોહચી ગયા : હિંમતસિંહ પટેલ

વધામણાં ના ચક્કર માં સામાન્ય માણસોને નુકશાન થયું :  હિંમતસિંહ પટેલ

કોંગ્રેસના નેતા હિંમ્મત સિંહ પટેલે પૂરની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે હજારો માણસો તબાહ થઈ ગયા છે.અને વધામણાંના ચક્કર માં સામાન્ય માણસોને નુકશાન થયું છે.

લોકોમાં રોષ

અંકલેશ્વરના ધારાસભ્યનો ઘેરાવ

ઈશ્વર પટેલ પૂર પ્રભાવિત લોકોના રોષનો બન્યા ભોગ

સ્થાનિકોએ ધારાસભ્યનો ઉધડો લીધો

અંકલેશ્વરમાં નર્મદાનું પાણી છોડવામાં આવતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે   અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ પૂરગ્રસ્ત ગામ વિસ્તારની મુલાકાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરભાઇ પટેલ પહોંચ્યા હતા. ઈશ્વર પટલે લોકોના રોષનો ભોગ બન્યા હતાં. લોકોએ તેમનો  ઘેરાવો કરી ઉઘડો લેતા ઈશ્વરસિંહ પટેલ સ્થળથી રવાના થયા હતા.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ