યુક્રેન-રશિયા યુદ્ધ અંગે પણ મોહન ભાગવતે શું આપી પ્રતિક્રિયા?

0
42

સંઘ પ્રમુખ મોહન ભાગવતે રવિવારે એક સભાને સંબોધિત કરી હતી. સભાને સંબોધતા સંઘના વડાએ કહ્યું કે અમે વૈશ્વિક સ્તરે ધર્મ માટે આગળ વધી રહ્યા છીએ. અન્ય દેશો મોટા થાય છે અને અન્ય લોકો પર જ દંડો ચલાવે છે. પહેલા રશિયા આવુ કરતુ હતું , પછી અમેરિકાનું વર્ચસ્વ વધ્યું, પછી અમેરિકાએ લાકડી ચલાવવાનું શરૂ કર્યું. હવે ચીન આવી ગયું છે, લાગે છે કે હવે તે અમેરિકાથી આગળ નીકળી જશે. મોહન ભાગવતે કહ્યું કે અમેરિકા અને રશિયા યુક્રેનને પ્યાદુ બનાવીને લડી રહ્યા છે. બંને ભારતને કહે છે કે અમારી બાજુ આવો, અમારી બાજુ લો. પરંતુ ભારત રશિયા-અમેરિકાને કહે છે કે તમે બન્ને અમારા મિત્ર છો અને તમે અને આ ત્રીજો જે તમારા બંને વચ્ચે  દબાઈ ગયો છે, તે પણ અમારો મિત્ર છે. તેથી પ્રથમ હું તેની મદદ કરીશ. ભારત કહે છે કે હું તમારામાંથી કોઈનો પક્ષ લેતો નથી. આ સમય લડવાનો નથી, લડવાનું બંધ કરો.