પંજાબના નાગરિકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે . પંજાબના મહેસુલ વિભાગે એક મહત્વનો નિર્ણય લઈને નાગરિકોને મોટી રાહત આપી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારની મોટાભાગની સેવાઓ ઓનલાઈન થઇ ગઈ છે ત્યારે પંજાબના મહેસુલ વિભાગ હવે નાગરિકોને 500 રૂપિયાના સુધીના સ્ટેમ્પ પેપર ઓન લાઈન ખરીદી અને ઓર્ડર કરી શકશે. આ ઉપરાંત પ્રોપર્ટીની કિંમત પણ ઓનલાઈન જોઈ શકાશે. પંજાબના નાગરિકોને હવે સરકારી કામ અર્થે સરકારી ઓફિસોના ધક્કા ખાવા નહિ પડે પંજાબના મહેસુલ વિભાગના આ એક નિર્ણયથી મોટાભાગના નાગરિકોને હવે રાહત મળશે. પંજાબ સરકારની web site https://jamabandi.punjab.gov.in પર જઈને આપેલા વિકલ્પ પર નિરીક્ષણ કરીને જે લાગુ પડે તે વિગતો ભરવાથી ઓનલાઈન ઓર્ડર કરી શકાશે . રાજ્યના કેબિનેટ મંત્રી બ્રમ્હ્મશંકર જીમ્પાએ કહ્યું છેકે ભગવંત માં સરકાર પંજાબના નાગરિકોની સુખાકારી માટે અનેક નિર્ણયો લઇ રહ્યા છે ત્યારે પંજાબના નાગરિકોને ભ્રષ્ઠાચારથી પરેશાન હતા અને મહેસુલ વિભાગમાં ભલામણો સિવાય કોઈ જ કામ થતા ન હતા તે ફરિયાદો પણ ઉઠી હતી. લાંચ, ભલામણો વિના જયારે સરકારી કાર્યક્રમોમાં કોઈજ કામ થતું ન હોય ત્યારે માં સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
મહેસુલ વિભાગમાં આ નિર્ણયથી લોકોની તકલીફ ઓછી પડશે અને સ્ટેમ્પ પેપર અંગેનું કામ સરળ બનશે . આપને જણાવી દઈએકે અને ઓનલાઈન સ્ટેમ્પ પેપર મંગાવવા માટે 20 રૂપિયાની અલગથી ફી નક્કી આપવામાં આવતી હોય છે . પરંતુ ઘરે બેઠા સુવિધા મેળવવા માટે પંજાબમાં કોઈ પણ જગ્યાએ જો ઓનલાઈન સ્ટેમ્પ મંગાવવા હશે તોજે ઈ મેલ દ્વારા મેળવવા હશે તો 50 રૂપિયા અને રૂબરૂ ઘરના સરનામે મેળવવા હશે તો 100 રૂપિયા ફી અલગથી ચૂકવવી પડશે . અને ત્રણ દિવસમાંજ પોતાના સરનામે મંગાવેલી સ્ટેમ્પ પેપર અને ચીજ વસ્તુઓ મળી જશે તેવો દાવો મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અને સરકારી કામકાજના વધુમાં વધુ 7 દિવસોમાં મંગાવેલ સરનામે પહોંચી જશે તેવી પણ દાવો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત પંજાબના ચંડીગઢ નિગમ ભવનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીએમ ભગવંત માનના હસ્તે ૩૦૪ ઉમેદવારોએ નિમણુક પત્રો આપ્યા અને માલસામાન વિભાગ અને વાહન વ્યહવાર વિભાગ દ્વારા જુદા જુદા વિભાગોમાં યુવાનોને નિમણુક પત્ર પાવ્યા હતા. આ પ્રસંગે પંજાબના યુવાનોને સીએમ માન દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.