રોટેટર કફ નું ફાટવું એટલે શું ?

0
186
image 2
  • ખભોએ બોલ અને સોકેટ જેવો જ એક સાંધો છે. જે આપણા હાથને મુવ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
  • રમતવીરો જ્યારે રમત રમે છે ત્યારે તેઓ હાથનો પૂરો ઉપયોગ કરતા હોય છે.

રોટેટર કફના લક્ષણો શું છે ?

  • હાથમાં સોજો રહેવો
  • હાથમાં સતત દુઃખાવો થવો
  • હાથ ઉંચો કરવામાં તકલીફ થવી
  • પીડાના કારણે ઊંઘ ન આવવી
  • સમાન ન ઊંચકી શકાય

રોટેટર કફ નું નિદાન કઈ રીતે થઇ શકે છે ?

  • એક્ષરે થકી ઈજા વિષે જાણી કાય છે.
  • સોનોગ્રાફી થકી પણ માહિતી મેળવી શકાય છે.
image 3

રોટેટર કફ ની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

  • દિવસમાં ત્રણથી ચાર વખત ખભા પર કોલ્ડ પેક લગાવવું
    • સ્ટીરોઈડ ઈન્જેક્શન : આ તકલીફમાં સ્ટીરોઈડના ઇન્જેક્શનની ભલામણ દર્દીને કરવામાં આવે છે. પણ સ્ટીરોઈડના ઇન્જેક્શન પણ ચોક્કસ માત્રમાં આપવામાં આવતા હોય છે. જેથી ભવિષ્યમાં સ્ટીરોઈડના કારણે થતી આડઅસરને આપણે તાળી શકીએ…
    • સર્જરી : જો સ્ટીરોઈડના ઇન્જેક્શનથી આપને રાહત નથી મળતી તો આપડે શસ્ત્રક્રિયા કરાવવી જોઈએ. ઓપરેશનથી આપણે દુઃખાવામાં રાહત મળી રહેશે. આજના સમયમાં ઓપરેશન માટે ઓર્થોસ્કોપી કરવામાં આવે છે. એક નાનકડો ચેકો મૂકીને દૂરબીન થકી આ ક્રિયામાં ઓપરેશન કરવામાં આવે છે. રોટેટર કફમાં ઓપન શોલ્ડર સર્જરીની જરૂર નથી.
  • ખભાની સંભાળ રાખવા આપ ઘરે જ અમુક પગલા લઇ શકો છો.
    • બેસતી વખતે સીધા બેસવું જોઈએ
    • હાથને ટચાકડો ન ફોડવો જોઈએ
    • પુનરાવર્તિત પ્રવૃતિઓમાંથી થોડો બ્રેક લેવો જોઈએ
    • એક ખભા પર બેગ ક્યારેય ન લટકાવવું જોઈએ
    • ખભાની કસરત કરવી જોઈએ
વધુ માહિતી મેળવવા માટે જોવો કાર્યક્રમ

ખભામાં આ ઉપરાંત ફ્રોઝન શોલ્ડરની પણ તકલીફ થાય છે. તે કાર્યક્રમ અંગે માહિતી મેળવવા માટે આપ આ આર્ટીકલ પણ નિહાળી શકો છો

https://vrlivegujarat.com/family-doctor-program/family-doctor-1212-hand-stiffness-problem-vr-live/

ફેસબુક પર કાર્યક્રમ જોવા માટે આ લિંકને ક્લિક કરી શકો છો.