પાકિસ્તાનના ખેલ મંત્રી એહસાન મઝારીએ ધમકી આપી
વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત નહી મોકલવાની ધમકી
વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત નહી મોકલવાની પાકિસ્તાનના ખેલ મંત્રી મઝારીએ ધમકી આપી છે.એશિયા કપ અને વર્લ્ડકપના સ્થળને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાનનો ખેલ ચાલી રહ્યો છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પછી ICC બંને સામે આ અંગે રજૂઆત કરી હતી.પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. પાકિસ્તાનના વિરોધ છતાં એશિયા કપ તટસ્થ સ્થળે યોજાશે. માત્ર પાકિસ્તાનની ટીમ પોતાની ચાર મેચ પોતાના દેશમાં રમશે. બાકીની મેચો શ્રીલંકામાં રમાશે.ત્યારે હવે વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ ભારત નહી મોકલવાની પાકિસ્તાનના ખેલ મંત્રી મઝારીએ ધમકી આપી છે.
એશિયા કપમાં પાકિસ્તાન ન જવાના ભારતના નિર્ણય બાદ PCB અને તેમની સરકાર તરફથી સતત ધમકીઓ આવી રહી છે. તે વર્લ્ડકપમાં ભારતનો પ્રવાસ નહીં કરવાને લઈને રડતો રહ્યો છે. તે જ સમયે, એશિયા કપમાં પાકિસ્તાન ન જવાના ભારતના નિર્ણય પછી, હવે પીસીબી અને તેમની સરકાર તરફથી સતત ધમકીઓ આપવામાં આવી છે. ત્યારે હવે પાકિસ્તાનના વર્લ્ડ કપમાં ભારતનો પ્રવાસ નહીં કરવાની ધમકી આપી રહ્યો છે. પહેલા રમીઝ રાજા, પછી નજમ સેઠી અને હવે પાકિસ્તાનના ખેલ મંત્રીએ ભારત ન આવવાની ધમકી આપી છે. તેમનું કહેવું છે કે જો BCCI એશિયા કપને તટસ્થ સ્થળે કરાવવાની માંગણી કરતું રહેશે તો અમે પણ ODI વર્લ્ડ કપ માટે ભારત નહીં જઈએ. કિસ્તાનના ખેલ મંત્રી અહેસાન મજારીએ કહ્યું- આ મારો અંગત અભિપ્રાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) મારા મંત્રાલય હેઠળ આવતું હોવાથી, જો ભારત તેની એશિયા કપ મેચો તટસ્થ સ્થળોએ રમવાની માંગ કરશે, તો અમે ભારતમાં અમારી વર્લ્ડ કપ મેચો માટે પણ તે જ માંગ કરીશું. મઝારીનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફે શનિવારે ટીમને ભારત મોકલવાનો નિર્ણય લેતા પહેલા તમામ પ્રકારની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી.
વાંચો અહીં પશ્રિમ બંગાળમાં હિંંસા યથાવત