મણિપુર હિંસા અંગે મણિપુર સરકારે શું આપ્યો આદેશ ?

0
69
મણિપુર હિંસા અંગે મણિપુર સરકારે શું આપ્યો આદેશ ?
મણિપુર હિંસા અંગે મણિપુર સરકારે શું આપ્યો આદેશ ?

મણિપુર હિંસાનો મામલો

 હિંસા ભડકાવતા વીડિયો અને તસવીરો વાયરલ કરનાર સામે કાર્યવાહી થશે 

રાજ્ય સરકારે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો

મણિપુર હિંંસા અંગે મણિપુર સરકારે આદેશ આપ્યો છે. મણિપુરમાં છેલ્લા પાંચ મહિનાથી વધુ સમયથી હિંસા ચાલી રહી છે. દરમિયાન, હિંસા સંબંધિત ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સૌપ્રથમ મહિલાઓને કપડાં ઉતારીને તેમની પરેડ કરવાનો અને પછી બે યુવકોને ગોળી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે રાજ્ય સરકારે હિંસા ભડકાવતા વીડિયો સામે કડક કાર્યવાહી કરી છે. તેમણે રાજ્યમાં હિંસા અને સંપત્તિને નુકસાન દર્શાવતા વીડિયોને વાયરલ થતા રોકવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જે કોઈ પણ આવા વીડિયોને પ્રમોટ કરશે તેની સામે કેસ નોંધવામાં આવશે

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને કારણે હિંસા ફાટી નીકળી છે

તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો અને તસવીરો સતત વાયરલ થયા બાદ આ આદેશ આવ્યો છે. તાજેતરમાં, કુકી ભાષા બોલતા લોકોના જૂથ દ્વારા મેઇતેઇના બે યુવાનોને ગોળી મારવામાં આવી હતી અને પછી તેમને ખાડામાં દફનાવવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવ્યો હતો.

IPC અને IT એક્ટ હેઠળ કાર્યવાહી

મણિપુરના ગૃહ વિભાગે એક આદેશ જારી કરીને કહ્યું કે મામલાની તપાસ કર્યા બાદ સરકારે હિંસા ભડકાવતા વીડિયો અને તસવીરો ફેલાવવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. હિંસા ભડકાવી શકે તેવી કોઈપણ તસવીરો કે વિડિયો ન રાખો. આ ફોટોગ્રાફ્સ યોગ્ય કાર્યવાહી માટે પોલીસ અધિક્ષકને સુપરત કરી શકાય છે. સાથે જ ચેતવણી પણ આપી છે કે જો કોઈ આ નિયમોનું પાલન નહીં કરે તો તેને સખત સજા કરવામાં આવશે. તેની સામે આઈપીસી અને આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

વાંચો અહીં NCP સાંસદ સુપ્રિયા સુલેએ ભાજપ પર સવાલ ઉઠાવ્યા