હરિયાણા : મહત્વના નિર્ણયો લીધા રાજ્ય સરકારે

1
50
હરિયાણા : મહત્વના નિર્ણયો લીધા રાજ્ય સરકારે
હરિયાણા : મહત્વના નિર્ણયો લીધા રાજ્ય સરકારે

હરિયાણા રાજ્ય સરકારે આજે મહત્વના નિર્ણયો કાર્ય છે . મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન મનોહર લાલે શહેરોની નાની પાલિકાઓના સત્તાના વિકેન્દ્રીય કરણની સત્તા આપી છે જે અંતર્ગત બીજી અને ત્રીજી હરોળના સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની સત્તા સહિત હરિયાણા રાજ્યના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં વહીવટી મંજુરી 2,50 કરોડથી વધારીને 10 કરોડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગર નિગમના મેયર સહિત સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે મોટા ભાગના વિસ્તારોમાં ચૂંટાયેલા પ્રતિનિધિ છે. છેલ્લા 9 વર્ષમાં સરકારે અનેક પ્રકારની સત્તાઓ આપી છે અગાઉની સરકારોમાં સત્તાનું કેન્દ્રીયકરણ હતું. આ બેઠકમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા

શોપિંગ મોલ જેવી સુવિધાઓ અને તે અંગેની પ્રવુત્તિઓ કાયદેસર રીતે નિયમિત કરવાની સત્તા પણ આપવામાં આવી છે. મોડેલ ટાઉન શીપ માટે નાણા પાંચ દ્વારા લગભગ 600થી700 કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાળવવામાં આવ્યા છે. મેયરે પોતાના વિસ્તારમાં વિકાસના કાર્યોનો અંદાજ મોકલીને કામોની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારનો બાંધછોડ ન થાય તેની તકેદારી રાખીને આ ફંડ વાપ્રનું રહેશે. હરિયાણા રાજ્યની 151 વસાહતો મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે. સીએમ એ કહ્યું કે મહાનગર પાલિકાઓના સત્તામાં વધારો થતા ગામડાઓમાં વિકાસની તકો સર્જાશે અને જમીનો સંપાદિત કરીને સર્વે હાથ ધરવામાં આવશે.

આ ઉપરાંત મહાનગર પાલિકાઓમાં શહેરી વિસ્તારમાં નાગરિકોની સુવિધા માટે ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવશે જેણે કારણે રસ્તા પરના પ્રદુષણમાં ઘટાડો થશે . અને ઇંધણની બચત થશે. ગ્રીન ઇન્ડિયા અંતર્ગત આઠ શહેરોમાં ઇલેક્ટ્રિક બસની સુવિધા દ્વારા નાગરિકોના મુસાફરી માટે વધુ એક સગવડ ઉપલબ્દ કરવામાં આવશે. મહાનગર પાલિકાના શહેરોમાં પ્રોપર્ટી આઈ.ડી. બનાવવાની જટિલ પ્રક્રિયા હતી. પણ રહ્ય સરકાર દ્વારા આ જટિલ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી છે. આ માટે એક ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે. અને આ અંગેના નિર્ણયો માટે ક્યાય અડચણરૂપ ભૂમિકામાં રાજ્ય સરકાર ન આવે તે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે.

હરિયાણામાં જયારે ઇલેક્ટ્રિક બસ રસ્તાઓ પર ફાળવામાં આવતા જ શહેરોના પ્રદુષણમાં ઘટાડો થશે તેવો આશાવાદ મુખ્યમંત્રી મનોહર લાલે વ્યક્ત કર્યો . અને કહ્યું કે રાજ્યની મહાનગર પાલિકાઓને આપેલી સત્તાઓ અને સગવડો વિકાસના કામોને આગળ ધપાવશે અને નાગરિકોની સુક્જકારીમાં વધારો થશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.