ડમી ઉમેદવારોને હસમુખ પટેલે શુ આપી ચિમકી

0
60

તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈને 7 મેના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે ડમી ઉમેદવારોને લઈને મોટું નિવેદન આપ્યું હતું.  તેમણે કહ્યું કે ડમી ઉમેદવાર માટે બોર્ડને કોઈ પણ માહિતી આવશે તો પગલાં ભરવામાં આવશે. જો કે તે ઉમેદવારની સંપૂર્ણ ઓળખ આપવી પડશે. માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સમાં હસમુખ પટેલે કહ્યું કે, જેણે સંમતિ પત્ર ભર્યુ હશે તે જ પરીક્ષા આપી શકશે. ત્યારે હવે પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કુલ 8 લાખ 65 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ પત્ર ભર્યું છે. સંમતિ પત્ર ભરનાર પરીક્ષાર્થી જ કોલલેટર ડાઉનલોડ કરી શકશે. આગામી સપ્તાહમાં કોલ લેટર ઉમેદવારો માટે ડાઉનલોડ થઈ શકશે.