કર્ણાટક વિધાનસભા ચૂંટણીના લગભગ એક મહિના પહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે લઘુમતી અનામતને લઈને વચન આપ્યું છે. તેમણે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનશે તો અનામતનો મુદ્દો રદ કરીને લઘુમતીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે. ડીકે શિવકુમારના નિવેદન પર મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અનામતના મુદ્દાને સ્પર્શ પણ કરી શકે નહીં.નોંધનીય છે કે ગયા મહિને જ કર્ણાટક સરકારે મુસ્લિમોને આપવામાં આવતી ચાર ટકા અનામત નાબૂદ કરી હતી .