અંબાલાલ પટેલે હવે શુ કરી આગાહી- હવે કયા જિલ્લામા પડશે ગરમી અને વરસાદ

0
78

અખાત્રીજનાં પવન પરથી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે, . ત્યારે શનિવારે અખાત્રીજનાં દિવસે નૈઋત્ય અને પશ્ચિમ તરફનો પવન રહ્યો હતો. આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે. તેમજ આગામી 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ થઈ શકે છે.  પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.  તેમજ 25 મે અને 10 જૂન દરમ્યાન અરબ સાગરમાં સાયક્લોનિક એક્ટિવ થશે. જેનાથી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં અમદાવાદમં પડી રહેલી કાળઝાળ ગરમીને લઈને લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. તેમજ ગરમીમાં રોડ પરનો ટ્રાફિક પણ ઘટ્યો છે. ત્યારે લોકો ગરમીમાં સોડા, શેરડીનો રસ તેમજ છાશ પી ને રાહત મેળવી રહ્યા છે. આગામી સમયમાં હજુ પણ ગરમીનો પારે ઉંચકાવાની આગાહી છે.