WFI : છેલ્લા ૧૧ મહિના થી ચાલતા વિવાદે હવે નવો 360 ડીગ્રી વળાંક લીધો છે. ખેલાડીઓના વિરોધ વચ્ચે આખરે સરકારે નમતું જોખી દીધું છે, અને ભારતીય કુશ્તી સંઘ (WFI) ના અધ્યક્ષ સહીત આખી ફેડરેશનની નવા નિર્ણય સુધી માન્યતા રદ્દ કરી દીધી છે. ખેલ મંત્રાલયના આ નિર્ણયને ખેલાડીઓની જીત સમજાવી કે સરકારનું કોઈ નવું પગલું એ હજુ આવનારા સમયમાં ખબર પડશે.

ભારતીય કુશ્તી સંઘ (WFI) માં બ્રિજભૂષણ શરણ સિંહના પાર્ટનર અને નજીકના સાથી સંજય સિંહ અધ્યક્ષ બનતાં પહેલવાનો નારાજ થયા હતા. મહિલા પહેલવાન સાક્ષી મલિકે પહેલવાની છોડી દેવાની જાહેરાત કરી તો બજરંગ પૂનિયા અને ગૂંગા પહેલવાને પદ્મશ્રી સરકારને પાછા આપી દેતાં સરકાર હચમચી ઉઠી અને અંતે સરકારના ખેલ મંત્રાલયના આદેશ બાદ WFIએ કુશ્તી સંઘને સસ્પેન્ડ કર્યો છે. બ્રિજભૂષણની નજીકના નવા અધ્યક્ષ સંજય સિંહની માન્યતા રદ કરવામાં આવી છે.
છેલ્લા 11 મહિનાથી વિવાદોમાં ઘેરાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ની નવી સંસ્થાને રવિવારે ખેલ મંત્રાલયે સસ્પેન્ડ કરી દીધી છે. ત્રણ દિવસ પહેલા 21 ડિસેમ્બરે થયેલી ચૂંટણીમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહ WFIના અધ્યક્ષ બન્યા હતા.

WFI : સંજયસિંહના તમામ નિર્ણયો પર પણ લગાવાઈ રોક
ખેલ મંત્રાલયે રેસલિંગ એસોસિએશનને રદ કરતા સંજય સિંહ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો પર રોક લગાવી દીધી છે. આ સાથે આગામી આદેશ સુધી તમામ કાર્યવાહીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી હાલમાં જ યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે જીત મેળવી હતી અને કુસ્તીબાજ અનિતા શ્યોરાણની હાર થઈ હતી. આ પછી મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો હતો. હવે સરકારે નવા કુશ્તી સંઘનેને સસ્પેન્ડ કરી દીધું છે.

બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો WFIની ચૂંટણીમાં સંજય સિંહના અધ્યક્ષ તરીકે ચૂંટાવા બાબતથી નારાજ હતા. રેસલર બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે ગુરુવારે સાંજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન સાક્ષી મલિક ભાવુક થઈ ગઈ અને તેણે કુસ્તી છોડવાની જાહેરાત કરી. તેણે પગરખાં કાઢીને ટેબલ પર મૂક્યા અને ત્યાંથી ઉભી થઈને જતી રહી હતી.
તમે આ પણ વાંચી શકો છો
મોટિવેશનલ સ્પીકરની કાળી કરતૂત, લગ્નના થોડા કલાક બાદ જ પત્નીને ફટકારી, કાનનો પડદો પણ ફાટી ગયો