પશ્ચિમ બંગાળ: નકલી જાતિ પ્રમાણપત્ર કૌભાંડ કેસ, SCએ HCની સુનાવણી પર રોક લગાવી

0
444
West Bengal Fake caste certificate scam case
West Bengal Fake caste certificate scam case

West Bengal Fake caste certificate scam: પશ્ચિમ બંગાળના નકલી જાતિ પ્રમાણપત્ર કૌભાંડ મામલે શનિવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન કોર્ટે કલકત્તા હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર રોક લગાવી દીધી છે.

આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ મામલાની સુઓમોટો સંજ્ઞાન લીધી હતી. ખાસ વાત એ છે કે આ મામલામાં CBI તપાસને લઈને કલકત્તા હાઈકોર્ટની બે બેન્ચ દ્વારા અલગ-અલગ નિર્ણય આપવામાં આવ્યો હતો.

West Bengal Fake caste certificate scam case

સુપ્રીમ કોર્ટે આ મામલે પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal) અને હાઈકોર્ટના અરજીકર્તાઓને પણ નોટિસ પાઠવી છે. હવે આ મામલે સુનાવણી સોમવારે થવાની છે.

West Bengal Fake caste certificate scam case:

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હવે અમે આ કેસમાં ચાર્જ સંભાળી લીધો છે. સીબીઆઈને પણ નોટિસ પાઠવવામાં આવી છે. તેમજ સોલિસિટર જનરલ અને એસજીને નોંધ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, ડિવિઝન બેન્ચે યોગ્ય પ્રક્રિયા મુજબ હસ્તક્ષેપ કર્યો નથી. તે જ સમયે, પશ્ચિમ બંગાળ (West Bengal) વતી વકીલ કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું કે, તેઓ રાજ્ય સરકાર વતી અરજી દાખલ કરશે.

તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે આ અપીલ પર સોમવારે સુનાવણી કરશે. એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેઓ ટીએમસી નેતા અભિષેક બેનર્જી વતી અરજી દાખલ કરશે. આ મામલે અભિષેક બેનર્જીનું નામ વારંવાર લેવામાં આવી રહ્યું છે જે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવી રહી છે.

West Bengal Fake caste certificate scam case

સુપ્રીમ કોર્ટે West Bengal નકલી પ્રમાણપત્ર કૌભાંડ કેસની સીબીઆઈ તપાસ અંગે કલકત્તા હાઈકોર્ટની બે બેન્ચ દ્વારા આપવામાં આવેલા આદેશો પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. CJI DY ચંદ્રચુડના નેતૃત્વમાં 5 વરિષ્ઠ ન્યાયાધીશોની બેંચ શનિવારે આ કેસની સુનાવણી કરી, વધુ સુનાવણી સોમવારે કરશે.

આ વર્ષે 2 સૂર્ય ગ્રહણ, ભૂલથી પણ ન કરશો આ કામ, થઇ શકે છે મોટું નુકશાન

TATA CARS : ટાટાની કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો જલ્દી કરજો

ભારતના મધુર અવાજના ધણી અરિજિત સિંહે તોડ્યો આ મામલામાં રેકોર્ડ, વિદેશના ટોપ સિંગરને છોડ્યા પાછળ

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने