Gujarat Weather Updates: ભારતીય હવામાન વિભાગે (IMD) આજે હવામાનને લઈને લેટેસ્ટ આગાહી કરી દીધી છે. જેમાં ગુજરાતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ અને હળવા વરસાદની આગાહી કરી છે. બીજી બાજુ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, આસામ, મેઘાલય, ગોવા, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ તમામ 12 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ગુજરાતમાં હવે ચોમાસુ બરાબર જામી ગયુ છે. ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસી શકે છે.
ગુજરાતના મોટાભાગના શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે. સુરત અને અમરેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો આ તરફ અમદાવાદ સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરમાં રેડ એલર્ટ, તો રાજ્યના અન્ય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
Weather Updates: અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર
હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ, ગુજરાત પર ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય થતા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
શનિવારે 24 ઓગસ્ટના રોજ છોટા ઉદેપુર, વડોદરામાં અત્યંત ભારે વરસાદ, જ્યારે દાહોદ, પંચમહાલ, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, અમદાવાદ, ખેડા, મહિસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.
26 અને 27 ઓગસ્ટના રોજ આવા રહેશે દેશના હાલ
26 ઓગસ્ટે ગુજરાતના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહાર જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના ભાગો માટે 27 ઓગસ્ટ માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સિવાય હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, ત્રિપુરા અને મિઝોરમમાં ભારે વરસાદની સંભાવના છે.
દેશમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?
25 ઓગસ્ટે ગુજરાત, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, ગોવા, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતીય રાજ્યો અને કેરળમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
બનાસકાંઠાના ખેડૂતો ખુશ-ખુશ
વરસાદની આગાહી મુજબ આજે બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં લાંબ સમય બાદ વરસાદથી ખેડૂતો ખુશ-ખુશ થઈ ગયા છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
બનાસકાંઠા: વડગામ પાણી પાણી
24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. (Weather Updates) જેમાં સૌથી વધારે વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે. વડગામમાં 112 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે નડિયાદમાં 102 મિમિ, મેઘરજમાં 101 મિમિ, બગસરામાં 97 મિમિ, મહુધામાં 92 મિમિ, દહેગામમાં 90 મિમિ, અમીરગઢમાં 89 મિમિ, ગોધરામાં 83 મિમિ, હિંમતનગરમાં 77 મિમિ વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગાંધીનગરના માણસામાં પણ વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે માણસા APMC નજીક પાણી ભરાયા થયા છે. તો માણસાના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.
ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે
હવામાન વિભાગે આપેલા મેપ (Weather Updates) પ્રમાણે, આજે બપોરે એક વાગ્યા સુધીમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, મોરબી, ભાવનગર, અમરેલી, બોટાદ, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપી છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ તમામ જિલ્લાઓમાં હળવી ગાજવીજ સાથે 40 કેએમપીએચની સ્પીડ સાથે પવન ફૂંકાઇ શકે છે. આ તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો