Ahmedabad Rain: અમદાવાદમાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી, અનેક વિસ્તાર જળમગ્ન

0
210
Ahmedabad Rain: અમદાવાદમાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી, અનેક વિસ્તાર જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી, અનેક વિસ્તાર જળમગ્ન

Ahmedabad Rain: અમદાવાદમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો આંકડા પર નજર કરીએ તો શહેરમાં આજે સવારે ચાર કલાકમાં સૌથી વધુ જોધપુર અને બોડકદેવ વિસ્તારમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

30 તારીખથી વરસાદમાં ઘટાડો જોવા મળશે. જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લીમાં હેવી આયસોલેટેડની આગાહી છે.

Ahmedabad Rain: અમદાવાદમાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી, અનેક વિસ્તાર જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી જ પાણી, અનેક વિસ્તાર જળમગ્ન

Ahmedabad Rain: અનેક વિસ્તાર જળમગ્ન

Ahmedabad માં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદીઓ કેટલાય દિવસથી વરસાદની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે આજે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અમદાવાદના જોધપુર અને બોડકદેવ વિસ્તારમાં આજે ચાર કલાકમાં સૌથી વધુ એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.

અમદાવાદમાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો આંકડા પર નજર કરીએ તો શહેરમાં આજે સવારે ચાર કલાકમાં સૌથી વધુ જોધપુર અને બોડકદેવ વિસ્તારમાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

આ સાથે મણિનગરમાં 17 mm, દુધેશ્વરમાં 18 mm, જોધપુરમાં 17 mm, ગોતા અને સાઇન્સ સિટીમાં 16 mm, નરોડામાં 11 mm જેટલો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત અમદાવાદનાં મણિનગર, વટવા, કોતરપુર, નરોડા, મેમ્કોસ, દુધેશ્વર, મક્તમપુરા, સરખેજ, ચાંદલોડિયા, રાણીપ, વાસણા, ચાંદખેડા, ઉસ્માનપુરા, પાલડી, રામોલ, કઠવાડા, વિરાટનગર અને ઓઢવમાં સારો એવો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 29મી તારીખે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત રિઝનમાં આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હેવી આયસોલેટેડની આગાહી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો