હિમાચલ પ્રદેશમાં જળ પ્રલય

0
192

હિમાચલ પ્રદેશમાં જળ પ્રલય થતા અનેક જગ્યાએથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે .અતિભારે વરસાદ ખાબકતા કુલ્લુ મનાલી સહિતના વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે હિમાચલ પ્રદેશમાં પર્વતીય પ્રદેશમાં અનેક જગ્યાએ ખડકો ધસી પડવાની ઘટના બની છે. પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક રહેણાંક મકાનો ધરાશાયી થયા છે. મળતી માહિતી પ્રમાણે પાણીના પ્રવાહમાં કસોલમાં ફસાયેલા 25 લોકોને બચાવી લેવાયા છે. કુલ્લુના કિસાન ભવનમાં લગભગ 20-21 લોકો ફસાયેલા છે . ગ્રાઉન્ડ રેસ્ક્યુ ખૂબ જ મુશ્કેલ છે. વહીવટીતંત્ર દ્વારા એરફોર્સની માંગણી કરવામાં .આવીછે પરંતુ હવામાન ખરાબ હોવાને કારણે બચાવ કામગીરીમાં વિઘ્ન આવી રહ્યું છે.હિમાચલ પ્રદેશમાં અતિ ભારે વરસાદના કારણે , ભૂસ્ખલન અને ભારે પૂરની ઘટનાઓ સામે આવી છે. પરિણામે લગભગ રાજ્યના મોટાભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે.હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુ જિલ્લામાં સતત વરસાદ ચાલુ છે .

અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાનો અનુભવ થયો છે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ટીમ, રાજ્ય અને જિલ્લા વહીવટીતંત્ર અને સતત રાહત બચાવ કાર્ય કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાના સમાચાર મળી રહ્યા છે. હિમાચલમાં અતિભારે વરસાદથી તબાહીને કારણે લગભગ ૭૫૦થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.રાજ્યમાં ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે છેલ્લા 36 કલાકમાં ચૌદ મોટા ભૂસ્ખલન અને તેર પૂરની જાણ કરી છે. પુરથી વિનાશના અસંખ્ય સમાચાર મળી રહ્યા છે. મનાલીમાં મકાનો પાણીના પ્રવાહમાં તણાઈ ગાયના વિડિઓ સામે આવી રહ્યા છે . કુલ્લુ, કિન્નૌર અને ચંબામાં પૂરથી અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે . હિમાચલ પ્રદેશમાં સામાન્ય જન જીવન ખોરવાઈ ચૂક્યું છે રાજ્ય સરકાર દ્વારા આગામી બે દિવસ માટે શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ કરાયો છે સમાચાર મુજબ રાવી, બિયાસ, સતલુજ, સ્વાન અને ચિનાબ સહિત હિમાચલ પ્રદેશની તમામ મોટી નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. હવામાન વિભાગે અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે,

અહીં ઉલ્લેખનીય છેકે દેશભરમાં ચોમાસુ સક્રિય છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થયું છે.ગુજરાત સહીત રાજસ્થાન , દિલ્હી,પંજાબ , હરિયાણામાં ભારે વરસાદ ખાબક્યો છે