અમદાવાદમાં પાણી જન્ય રોગચાળો વકર્યો

0
68

ઉનાળા દરમિયાન અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે.. ચાલુ એપ્રિલ  માસમાં  ઝાડા ઉલ્ટી ના 266 કેસો નોંધાયા છે.જ્યારે ટાઇફોઇડ ના 193 કેસ , કમળાના 56 કેસ નોંધાયા છે. પ્રદૂષિત પાણી તેમજ પ્રદૂષિત ખોરાકને કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે.AMC દ્વારા વિવિધ જગ્યાએ પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી પાણીના 52 સેમ્પલ લેબોરેટરીમાં ફેઇલ થયા છે…રખિયાલ ,ગોમતીપુર , કાલુપુર , ગોમતીપુર , ખાડીયા , દાણીલીમડા વિસ્તાર નાં સેમ્પલ અનફિટ જાહેર થયા છે. મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો મલેરિયાના 1 અને ડેન્ગ્યુના 17 કેસ નોંધાયા છે.એક તરફ રાજ્યમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.તો બીજી તરફ  AMC દ્વારા 25મી એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટર પર કરવામાં આવી હતી