અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 

0
212

અમદાવાદમાં પ્રદુષિત પાણીની સમસ્યા વધતા પાણીજન્ય રોગચાળો વધ્યો છે.શહેરના અનેક વિસ્તારોમાં પ્રદુષિત પાણીના કારણે બીમારી વધી છે.શહેરના વસ્ત્રાલ,લાંભા, નારોલ ,ગોમતીપુર, રખિયાલ, જેવા વિસ્તારોમાં પ્રદુષિત પાણીના સેમ્પલો અનફિટ આવી રહ્યા છે. મે માસમાં નોંધાયા પાણી જન્ય રોગચાળાના આંકડા પર નજર કરવામાં આવેતો ઝાડા ઉલટીના 351 કેસ,કમળાના  66 કેસ, ટાઈફોડના 181 કેસ નોંધાયા છે. 64 કેસો માથાના દુખાવાના તેમજ 429 કેસ તાવ આવવાના 108 એમ્બ્યુલન્સ પણ નોંધાયા છે.પાણીના એક મહીનામાં 3500 સેમ્પલ માંથી 60 સેમ્પલ અનફિટ થયા છે. ગરમીના સમયમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે.