GDP : ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને 2030 સુધીમાં 7300 બિલિયન યુએસ ડોલરની જીડીપી (GDP) સાથે જાપાનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની સંભાવના છે. તે એશિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. S&P ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગે તેના નવીનતમ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI)માં આ વાત કહી છે.
2021 અને 2022માં બે વર્ષની ઝડપી આર્થિક વૃદ્ધિ પછી, ભારતીય અર્થતંત્રે 2023 નાણાકીય વર્ષમાં મજબૂત વૃદ્ધિ દર્શાવવાનું ચાલુ રાખ્યું. ભારતનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માર્ચ 2024માં પૂરા થતા નાણાકીય વર્ષમાં 6.2-6.3 ટકા વધવાની ધારણા છે. આ સાથે ભારતીય અર્થવ્યવસ્થા આ નાણાકીય વર્ષમાં સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા બની જશે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.8 ટકા હતો.

વર્તમાન ભાવે ભારતનો જીડીપી, યુએસ ડોલરના સંદર્ભમાં માપવામાં આવે છે, જે 2022માં US$3500 બિલિયનથી વધીને 2030 સુધીમાં US$7300 બિલિયન થવાનો અંદાજ છે. આર્થિક વિસ્તરણની આ ઝડપી ગતિના પરિણામે, 2030 સુધીમાં ભારતીય જીડીપીનું કદ જાપાનીઝ જીડીપી કરતા વધી જશે, જે ભારતને એશિયા-પેસિફિક ક્ષેત્રની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે

અમેરિકા હાલમાં US$255 બિલિયનના GDP સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે. આ પછી, 18000 બિલિયન યુએસ ડોલર સાથે ચીન બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને જાપાન 4200 બિલિયન યુએસ ડોલર સાથે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. તે જ સમયે, 2022 સુધીમાં, ભારતીય જીડીપીનું કદ બ્રિટન અને ફ્રાન્સના જીડીપી કરતા મોટું થઈ જશે. ભારતનો જીડીપી 2030 સુધીમાં જર્મની કરતાં વધી જવાની ધારણા છે.