VR live:ના કાર્યક્રમની ધારદાર અસર : CMએ આપ્યા આદેશ#GujaratRain2025 #HeavyRainfall #RoadDamage

    0
    135

    VR live:”‘રાજ્યની દુર્દશા’ કાર્યક્રમના પડઘા: ખરાબ રસ્તાઓ મુદ્દે રાજ્ય સરકાર જાગી”

    રાજ્યમાં સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યમાં રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે,   રસ્તાઓની બિસમાર હાલતના કારણે જનતામાં ઉદ્ભવેલી નારાજગી હવે રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કેબિનેટની બેઠકમાં તૂટેલા અને ખાડાવાડા રસ્તાઓની વિશેષ નોંધ લીધી છે અને તાત્કાલિક સમારકામ શરૂ કરવા તાકીદના આદેશ આપી દીધા છે. તમને જણાવી દઈએ કે  V R LIVE ન્યૂઝ ચેનલ દ્વારા રાજ્યભરના વિવિધ શહેરો અને ગામડાઓમાં ખરાબ રસ્તાઓ અંગે કરવામાં આવેલ વિશેષ કાર્યક્રમ ‘રાજ્યની દુર્દશા’ પ્રસારિત થયા બાદ આ મુદ્દો રાજકીય મંચ સુધી પહોંચ્યો હતો. ચેનલે રસ્તાઓની ખરાબ સ્થિતિ, જનજીવન પર થતું વિપરીત અસર અને વાહન ચાલકોની મુશ્કેલીને ઉજાગર કરી હતી. ત્યારે હવે રાજ્ય સરકારે કેબિનેટ મીટીંગ દરમિયાન દરેક જિલ્લામાં તૂટેલા રસ્તાઓનો તાત્કાલિક રીપેર કરવા આદેશ આપ્યો છે

    VR live

    VR live: “વરસાદથી statewide રોડ તૂટી ગયા, CMએ તંત્રને તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપી”

    ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરતા તંત્ર વધુ સજ્જ બન્યું છે.

    વરસાદના કારણે રાજ્યના અનેક શહેરોમાં રસ્તાઓ તૂટી ગયા છે અને ઘણા વિસ્તારોમાં મોટા ગાબડા પડી ગયા છે, જેના કારણે લોકોને ગંભીર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે ગાંધીનગર ખાતે આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તૂટેલા રસ્તાઓ અને ખાડાઓનું સમારકામ શરૂ કરવા તંત્રને સૂચના આપી છે.

    બેઠક દરમિયાન રાજ્યની કુલ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરાઈ હતી. રાહત અને બચાવ કામગીરી, જળાશયોની સ્થિતિ તેમજ કૃષિ વિભાગ દ્વારા વાવેતરની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના નિર્દેશ મુજબ, લોકોને વધુ તકલીફ ન થાય એ માટે તૂટેલા માર્ગોનું ઝડપથી પુનઃનિર્માણ કરવાનું આયોજન કરવામાં આવશે.

    VR live
    ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
    યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
    ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
    યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે: VR live:ના કાર્યક્રમની ધારદાર અસર : CMએ આપ્યા આદેશ#GujaratRain2025 #HeavyRainfall #RoadDamage