HomeDeshવોડાફોન કરશે 11 હજાર કર્મચારીઓની છટણી

વોડાફોન કરશે 11 હજાર કર્મચારીઓની છટણી

ટેલિકોમ કંપની વોડાફોન તેના ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. તેથી તે આગામી 3 વર્ષમાં વૈશ્વિક સ્તરે 11,000 નોકરીઓમા કટોતરી કરવાની યોજના બનાવી રહી છે. આ અંગે માહિતી આપતા, વોડાફોનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) માર્ગેરિટા ડેલા વૈલેએ જણાવ્યું હતું કે ટેલિકોમ જૂથને સરળ બનાવવા માટે કર્મચારીઓની છટણી કરવામાં આવશે. સીઈઓએ કહ્યું કે કંપનીની કમાણીની તપાસ કરવામાં આવી છે. આર્થિક નિષ્ણાતોનું અનુમાન છે કે આ નાણાકીય વર્ષમાં કંપનીની કમાણી ઘણી ઓછી રહેશે અથવા તેમાં કોઈ વૃદ્ધિ નહીં થાય.વોડાફોનનું સૌથી મોટું બજાર જર્મની છે અને કંપની ત્યાં પણ ખરાબ પ્રદર્શન કરી રહી છે. માર્ગેરિટા ડેલા વૈલેએ કહ્યું કે અમે નોકરીઓમાં કટોતી કરી રહ્યા છીએ કારણ કે અમને કોઈ વિકાસ દેખાતો નથી. આવનારા સમયમાં અમે ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવા માટે ગ્રુપને સરળ બનાવવાનો પ્રયાસ કરીશું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments