ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવા માટે Vision India@2047 ને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ : નીતિ આયોગ

0
135
Vision India@2047 .
Vision India@2047 .

‘Vision India@2047’: નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) BVR સુબ્રમણ્યમે 30 ઓક્ટોબરના રોજ જણાવ્યું કે, ભારતને 2047 સુધીમાં લગભગ 30 ટ્રિલિયન ડૉલરની વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે ‘વિઝન’ (Vision) દસ્તાવેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ત્રણ મહિનામાં . ‘વિઝન’ દસ્તાવેજ (Vision India@2047) યોજનાનું અનાવરણ કરે તેવી અપેક્ષા છે, જેમાં 2030 સુધીમાં હાંસલ કરવામાં આવનાર સુધારાઓ અને પરિણામોની રૂપરેખા તેમજ શાસનમાં માળખાકીય ફેરફારોનો સમાવેશ થાય છે જે ભારતને 2047 સુધીમાં $30 ટ્રિલિયનના રોકાણમાં મદદ કરશે.

સરકાર 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે રાષ્ટ્રીય વિઝન પ્લાનને આખરી રૂપ આપવાની મધ્યમાં છે અને તે સુનિશ્ચિત કરે છે કે દેશ મધ્યમ આવકની જાળમાં ફસાઈ ન જાય જેમાં ઘણા દેશો વિકાસના સમાન તબક્કામાં આવીને ફસાય જાય છે.

વિશ્વ બેંક અનુસાર, પ્રતિ વ્યક્તિ 12,000 ડોલરથી વધુની વાર્ષિક માથાદીઠ આવક ધરાવતા દેશોને ઉચ્ચ આવક ધરાવતા અર્થતંત્ર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

તેમણે વધુમાં કહ્યું કે ‘વિઝન ઈન્ડિયા એટ 2047’ (Vision India@2047) નો ડ્રાફ્ટ ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે અને આગામી ત્રણ મહિનામાં રજૂ કરવામાં આવશે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “ભારતને 2047 સુધીમાં લગભગ $30 ટ્રિલિયન ($29.2 ટ્રિલિયન)ની વિકસિત અર્થવ્યવસ્થા બનાવવા માટે ‘વિઝન’ (Vision) યોજના તૈયાર કરવામાં આવી રહી છે… ‘વિઝન’ દસ્તાવેજનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ આવકની જાળમાંથી બચવાનું છે.

તેમણે કહ્યું, “અમે મધ્યમ આવકની જાળ વિશે ચિંતિત છીએ. ભારતે ગરીબી અને મધ્યમ આવકની જાળને તોડવી પડશે.”

મે 2023 માં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રીઓને 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાની દિશામાં કામ કરવા જણાવ્યું હતું.

નીતિ આયોગ ‘વિઝન ઈન્ડિયા@2047’ નામની યોજનાને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે, જેના પર લગભગ બે વર્ષથી કામમાં છે, આ રીપોર્ટ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને રજૂ કરવામાં આવ્યું આવ્યો છે. નવેમ્બરમાં ટિમ કૂક, સુંદર પિચાઈ, ગૌતમ અદાણી, મુકેશ અંબાણી, કે.એમ. કોર્પોરેટ દિગ્ગજો સહિત વિચારશીલ નેતાઓ સાથે આ પ્રકારની વાતચીત કરવામાં આવશે. તેમજ બિરલા, એન. ચંદ્રશેખરન અને ઇન્દ્રા નૂયી જેવા લોકોની દૂરદર્શિતાનો પણ લાભ લેવામાં આવશે.

ઉલ્લેખીય છે કે, નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) B.V.R. સુબ્રહ્મણ્યમના જણાવ્યાનુસાર જ્યારે વૈશ્વિક જીડીપીમાં ભારતનો હિસ્સો 1991માં 1.1% થી ત્રણ ગણો વધીને 2023 માં 3.5% થઈ ગયો છે અને તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે, વિશ્વની સૌથી મોટી બેંકો, કોન્ટ્રાક્ટરો, કાનૂની, કન્સલ્ટિંગ અથવા એકાઉન્ટિંગ કંપનીઓ તેમાંથી એક પણ કંપની ભારતની નથી.