વિસાવદર MLA Gopal Italia ડમરાળા ગામે ખેડૂતો સાથે મગફળીના પાથરા ઉપાડતા #gopalitalia #visavadar #bhensan #magfadi #khedut #farmer

0
121

Gopal Italia ડમરાળા ગામે ખેડૂતો સાથે મગફળી #gopalitalia #visavadar #bhensan #magfadi #khedut #farmer – ભેંસાણના ડમરાળા ગામે વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો સાથે મગફળીના પાથરા ઉપાડી ગાંસડી બાંધી પ્રતિકાત્મક શ્રમ કર્યો.આજરોજ ભેંસાણ તાલુકાના ડમરાળા ગામની સીમમાં ખેડૂતો મગફળીના પાથરા ઉપાડવાનું કામ કરી રહ્યા હતા. આ પ્રસંગે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખેડૂતોની મહેનતને વંદન કરવા તેમના વચ્ચે પહોંચી ગયા.

ખેડૂતોના શ્રમનું સમ્માન કરવા માટે ગોપાલ ઇટાલિયાએ પણ મગફળીના પાથરા ઉપાડી ગાંહડી (ગાંસડી) બાંધીને પ્રતિકાત્મક શ્રમ કર્યો.

Gopal Italia ડમરાળા ગામે ખેડૂતો સાથે મગફળી

ધારાસભ્યએ જણાવ્યું કે –

“ખેડૂત આપણા અન્નદાતા છે. તેઓના અવિરત પરિશ્રમથી જ આપણે અન્ન ગ્રહણ કરી શકીએ છીએ. ખેડૂતોની સેવા એ ભગવાનની સેવા સમાન છે. હું આજે પ્રતિકાત્મક રીતે આ કામ કરીને મારા મનની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.”

આ પ્રસંગે ગામલોકો અને ખેડૂતોએ પણ ગોપાલ ઇટાલિયાના આ સહભાગીને વખાણ્યા હતા. તેમણે જણાવ્યું કે ખેડૂતોના પરિશ્રમને માન આપવું અને તેમના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ રહેવું એ આજના સમયમાં અત્યંત જરૂરી છે.

ખેડૂત સાથે ખેતરમાં જઈને શ્રમ કરવાનું ગોપાલ ઇટાલિયાનો આ પ્રયાસ માત્ર પ્રતિકાત્મક નહોતો, પરંતુ ખેડૂતોની મહેનત પ્રત્યેનો આદર અને એકતા દર્શાવતો હતો.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો

યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે