VIRAT ON BREAK: વિરાટના બ્રેક પર ફરી શરૂ થઈ ચર્ચા, આગામી મેચ રાજકોટમાં રમાશે
ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ બે ટેસ્ટ ન રમ્યા બાદ વિરાટ કોહલી હવે વધુ આગામી બે મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. ઈએસપીએન ક્રિકઈન્ફોના અહેવાલ મુજબ, ભારતનો સ્ટાર બેટર રાજકોટ અને રાંચીમાં યોજાનારી ત્રીજી અને ચોથી ટેસ્ટ પણ નહીં રમે.
જો કે, આ સમયે પ્રથમ ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં વાપસી કરી શકે છે. બંને ખેલાડીઓ વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં રમ્યા ન હતા.
VIRAT ON BREAK:કોહલી પારિવારિક કારણોસર બ્રેક પર છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી પારિવારિક કારણોસર બ્રેક પર છે. એવું માનવામાં આવે છે કે તે હાલમાં વિદેશમાં છે. સાથે જ ફરી એ ચર્ચા શરૂ થઈ છે કે વિરાટ ફરીથી પિતા બનવાનો છે. બીજી ટેસ્ટ પછી તેને લગતા પ્રશ્નો અંગે કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ સિરીઝની બાકીની મેચો માટે કોહલીની ઉપલબ્ધતા જાણવા માટે તેનો સંપર્ક કરશે.
થોડા દિવસો પહેલા એબી ડી વિલિયર્સે પણ લાઈવ સ્ટ્રીમમાં કહ્યું હતું કે કોહલી તેના બીજી વખત પિતા બનવાનો છે (Virat on break). હું માત્ર એટલું જ જાણું છું કે તેઓ ઠીક છે. કોહલી તેના પરિવાર સાથે થોડો સમય વિતાવી રહ્યો છે, તેથી જ તેણે પ્રથમ બે ટેસ્ટ મેચ રમી નથી.
જાડેજા અને રાહુલ NCAની દેખરેખ હેઠળ
હૈદરાબાદ ટેસ્ટના ચોથા દિવસે રવીન્દ્ર જાડેજા ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સના સીધા શોટથી રનઆઉટ થયો હતો. પેવેલિયન પરત ફરતી વખતે તેને ચાલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મેચ પૂરી થયા બાદ જાડેજાએ હૈદરાબાદમાં જ તેના પગનું સ્કેન કરાવ્યું હતું.

આ પછી, તે હવે બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ની દેખરેખ હેઠળ છે, જ્યાં તે સ્વસ્થ થઈ રહ્યો છે.
પ્રથમ ટેસ્ટ બાદ કેએલ રાહુલે જાંઘમાં દુખાવાની ફરિયાદ કરી હતી. તે પણ એનસીએમાં છે. બંનેનો ફિટનેસ રિપોર્ટ હજુ આવ્યો નથી. રિપોર્ટ આવ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
બુમરાહને રાજકોટ ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ત્રીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે. બુમરાહની જગ્યાએ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ત્રીજી મેચમાં તક મળી શકે છે. બીજી ટેસ્ટમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. સિરીઝની છેલ્લી 2 ટેસ્ટમાં બુમરાહ સાથે ફરી જોડાતા પહેલા તે ત્રીજી મેચમાં આક્રમક બોલિંગ કરશે.
ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રમાશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટના મેદાનમાં રમાશે. પ્રથમ બે ટેસ્ટ મેચ બાદ સિરીઝ 1-1થી બરાબર છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ 28 રને અને ભારતે બીજી ટેસ્ટ 106 રને જીતી હતી.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો,
YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો