Virat Kohli Birthday Special : વિરાટ ‘સિર્ફ નામ હી કાફી હૈ…’ જાણો વિરાટના જીવનના અંશ… અમારી સાથે

0
277
Virat Kohli Birthday
Virat Kohli Birthday

Virat Kohli Birthday Special : આજે દિલ્હી બોય/કિંગ કોહલી/સ્ટાર ક્રિકેટર/આઇકોનિક ક્રિકેટર વિરાટ કોહલીનો જન્મ દિવસ છે. 5 નવેમ્બર, 1988ના રોજ જન્મેલા વિરાટ કોહલી (Virat Kohli) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી છે. કોહલીની રમતગમત કારકિર્દીનું સૌથી જાણીતું પાસું 2011નું છે, જ્યારે તેણે ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ક્રિકેટ ઈતિહાસમાં ભારતના સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન હોવા ઉપરાંત, તેને સર્વકાલીન મહાન ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે.

9 1

  • વિરાટના જન્મદિવસની ઉજવણી|Virat Kohli Birthday Celebration@Eden Gardens :

5 નવેમ્બરના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની વર્લ્ડ કપ 2023ની મેચ છે. 5 નવેમ્બરે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈડન ગાર્ડન્સમાં (Eden Gardens) દક્ષિણ આફ્રિકા (#INDvsSA) સામે રમશે. આ મેચના દિવસે, કોહલી 35 વર્ષનો થશે. મહાન બેટ્સમેનના જન્મદિવસના સન્માનમાં, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) દ્વારા કોલકાતામાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એ સમકાલીન બેટિંગ લિજેન્ડ, વિરાટ કોહલીના જન્મદિવસની ઉજવણી માટે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હોવાનું કહેવાય છે. મેચ દરમિયાન દર્શકોને ભારતના સુપરસ્ટાર વિરાટ કોહલીના (Virat Kohli) 70,000 માસ્કનું વિતરણ છે. તેનો ઉપયોગ તેમના જન્મદિવસનું સન્માન કરવા અને ભીડમાં બધે વિરાટ જ દેખાય તે માટે કરવામાં આવશે.

  • વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છાઓ :

ઉમેશ યાદવ, રોબિન ઉથપ્પા અને ચેતેશ્વર પુજારા સહિત દુનિયાની અનેક હસ્તિઓ અને ચાહકો ક્રિકેટના આ ખેલાડીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

  • વિરાટ કોહલી પ્રારંભિક જીવનપર નજર :

ભારતના સર્વશ્રેષ્ઠ એથ્લેટ્સમાંથી એક વિરાટ કોહલી છે. વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ દિલ્હીમાં પંજાબી હિન્દુ પરિવારમાં થયો હતો. વિરાટના પિતા, પ્રેમ કોહલી, ફોજદારી વકીલ તરીકે કામ કરતા હતા અને તેમની માતા સરોજ કોહલી એક ગૃહિણી હતા. તેનો એક મોટો ભાઈ વિકાસ અને મોટી બહેન ભાવના છે. કોહલીના શરૂઆતના વર્ષો ઉત્તમ નગરમાં વિતાવ્યા હતા અને વિશાલ ભારતી પબ્લિક સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણની શરૂઆત કરી હતી.

1998 માં, વેસ્ટ દિલ્હી ક્રિકેટ એકેડમી (WCDA) ની રચના કરવામાં આવી હતી અને તે વર્ષના 30 મેના રોજ પ્રેમ કોહલીએ, તેના નાના પુત્રના ક્રિકેટ પ્રત્યેના ઉત્સાહને સમર્થન આપ્યું.

તેની ક્ષમતાઓ હોવા છતાં, તેણે અંડર-14 દિલ્હીની ટીમમાં સ્થાન મેળવવામાં અસમર્થ રહ્યો જેના કારણે તેમના પિતાને આંચકાનો લાગ્યો હતો. યોગ્યતાના અભાવના કારણે નહીં પરંતુ બાહ્ય પરિબળોને કારણે તેણે ટીમમાં સ્થાન મળ્યું ન હતું. તેની યોગ્યતાના આધારે દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA)એ કોહલીને આખરે અંડર-15 દિલ્હીની ટીમમાં સામેલ કરવો પડ્યો.

8

18 ડિસેમ્બર 2006ના રોજ, પ્રેમ કોહલીનું મગજના હુમલાના (cerebral attack) કારણે મૃત્યુ થયું, વિરાટના બાળપણમાં તેના પિતાએ ક્રિકેટ તાલીમમાં તેને ખૂબ ટેકો આપ્યો અને ક્રિકેટ કેરિયરની શરૂઆત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પિતાના અચાનક અવસાન બાદ કોહલી વધુ પરિપક્વ બનીને ક્રિકેટ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું.

  • અંગત જીવન :

વર્ષ 2013માં કોહલીના બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથેના લવ રિલેશન રહ્યા, તેઓની જોડીને લોકો દ્વારા “વિરુષ્કા” (Virushka) નામ આપવામાં આવ્યું. ગ્રેહામ બેન્સિંગર સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન, કોહલીએ જણાવ્યું હતું કે, તેઓ બંને પહેલીવાર ક્લિયર શેમ્પૂના પ્રમોશનલ શૂટમાં મળ્યા હતા.

sampooanu

11 ડિસેમ્બર 2017ના રોજ, ઈટાલીના ફ્લોરેન્સ ખાતે આ જોડી લગ્નના તાંતણે બંધાઈ ગઈ, અને જે દેશના સૌથી વધુ ચર્ચિત સેલિબ્રિટી યુગલોમાંનું એક બન્યું છે. 11 જાન્યુઆરી 2021ના રોજ, વિરાટ – અનુષ્કાના ઘરે પુત્રીનો જન્મ થયો, જેનું નામ સંસ્કૃત શબ્દ વામિકા રાખવામા આવ્યું જેનો અર્થ થાય છે – “નાની દેવી” (little goddess). માહિતી અનુસાર અનુષ્કા ફરી પ્રગનેટ છે, અનુષ્કા-વિરાટ તેના બીજા બાળકના આવવાની તૈયારી કરી રહ્યા છે, જોકે બંને તરફથી હજી કોઈ ઓફિસિયલ સ્ટેટમેન્ટ આવ્યું નથી.

16

  • વિરાટ કોહલી મેચ કારકિર્દી :

વિરાટ કોહલીની મેચ કારકિર્દીમાં તેણે અત્યાર સુધીમાં 111 ટેસ્ટ મેચ રમી છે અને તે રમતોમાં તેણે 49ની સરેરાશથી 8,676 રન બનાવ્યા છે. તેની સમગ્ર ટેસ્ટ કારકિર્દી દરમિયાન, વિરાટ કોહલીએ 24 છગ્ગા અને 966 ચોગ્ગા ફટકાર્યા છે. વિરાટ કોહલીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં 287 વનડે મેચોમાં ભાગ લીધો છે. 58ની એવરેજથી 13,437 રન. વિરાટ કોહલીએ તેની સમગ્ર ઓડીઆઈ કારકિર્દી (ODI) દરમિયાન 1,255 ચોગ્ગા અને 148 છગ્ગા ફટકાર્યા છે.

11

મેચ કેરિયરમાં અત્યાર સુધી રમાયેલી 115 ટી20 મેચોમાં વિરાટ કોહલીએ 53ની એવરેજથી 4,008 રન બનાવ્યા છે. તેની સમગ્ર ટી20 કારકિર્દીમાં વિરાટ કોહલીએ 356 ચોગ્ગા અને 117 છગ્ગા ફટકાર્યા છે. કુલ 911 પોઈન્ટ સાથે તે ICC ODI બેટિંગ રેન્કિંગમાં છઠા ક્રમે છે.

વિરાટ (Virat Kohli) સામાન્ય રીતે ગ્રાઉન્ડમાં રમૂજ કરતો જોવા મળે છે, પરંતુ આ રમૂજ સ્વભાવની સાથે કેટલીક વખત તે મેદાન પર ગુસ્સે થતો પણ જોવા મળ્યો છે, જેના કારણે તે વિવાદમાં પણ ફસાયો છે.

અફઘાનિસ્તાનના ઝડપી બોલર નવીન-ઉલ-હકે વિરાટ કોહલી પર કેટલાક આરોપો મૂક્યા હતા. તેને દાવો કર્યો હતો કે તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર ખેલાડી દ્વારા શારીરિક રીતે ઉશ્કેરવામાં આવ્યો હતો, જેના કારણે 2023 ઇન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. IPL 2023માં કોહલી પોતાને બે મોટા વિવાદોના કારણે કેન્દ્રમાં જોવા મળ્યો – પ્રથમ બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી સાથે ‘નો હેન્ડશેક’ માટે અને લખનૌમાં સુપર જાયન્ટ્સના કોચ ગૌતમ ગંભીર સાથે તેનો ઝઘડો થયો. આ ઉપરાંત પણ અનેક વિવાદો સાથે વિરાટનું નામ જોડાયેલુ છે.

विराट कोहली, किंग कोहली, Happiest Birthday, The Legend, #INDvsSA, #sundayvibes, Happy 35th, पूर्व कप्तान, Chase Master,