ICC ODI Player of the Year: આઈસીસી દ્વારા વર્ષ 2023ના પુરસ્કારોની જાહેરાત કરાઈ છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને વર્ષ 2023 માટે વનડે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ચોથી વખત વિરાટ કોહલીને આ એવોર્ડ મળ્યો છે. અત્યાર સુધી કોઈ બેટ્સમેનને ચાર વખત ‘વન ડે પ્લેયર ઓફ ધ યર’ એવોર્ડ મળ્યો નથી.
ICC ODI Player of the Year : વિરાટ કોહલી માટે વર્ષ 2023 શાનદાર રહ્યું
ICC ODI Player of the Year : ભારતમાં રમાયેલા આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023 દરમિયાન વિરાટ કોહલીએ ઘણી વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી.વિરાટે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરનો 49 વનડે સદીનો રેકોર્ડ પણ તોડ્યો હતો અને 50 સદી પૂરી કરી લીધી છે. વિરાટ કોહલી આ વર્ષે વર્લ્ડ કપમાં 765 રન બનાવ્યા હતા, જે કોઈપણ વનડે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન છે. વિરાટે આ વર્ષે કુલ 1377 રન બનાવ્યા છે. હવે વિરાટ વિશ્વનો એવા ખેલાડી બની ગયો છે જેણે આઠમી વખત વનડેમાં એક વર્ષમાં એક હજારથી વધુ રન બનાવ્યા છે.
ICC ODI Player of the Year : વિરાટ કોહલીનો વનડે રેકોર્ડ
વિરાટ કોહલીએ અત્યાર સુધી 292 વનડે મેચ રમી છે અને કુલ 13,848 રન બનાવ્યા છે. વિરાટની બેટિંગ એવરેજ 58.67 અને સ્ટ્રાઈક રેટ 93.58 છે. વન ડેમાં 50 સદી 72 ફિફ્ટી ફટકારી છે. વિરાટના નામે 1294 ચોગ્ગા અને 151 છગ્ગા છે. વન ડેમાં કોહલીનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ વર્ષ 2023 માટે મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઉસ્માન ખ્વાજાએ આ રેસમાં ભારતના ટોચના ખેલાડીઓ રવિચંદ્રન અશ્વિન, જો રૂટ, ટ્રેવિસ હેડને હરાવ્યા હતા. આ સાથે આ ખિતાબ મેળવનાર છઠ્ઠા ખેલાડી બન્યા છે.
તમે આ પણ વાંચી શકો છો
જાપાનના મુન મિશને ચંદ્રની સપાટીનો મોકલ્યો ફોટો, અદ્ભુત દેખાય છે ચંદ્ર