વિરાટ કોહલી બનશે બીજીવાર પિતા, AB De Villiers એ આપી માહિતી

0
304
Virat Kohli
Virat Kohli

Virat Kohli : આપણા- તમારા –સૌના ફેવરીટ સ્પોર્ટ્સ પર્સન વિરાટ કોહલી ફરીવાર પિતા બનવા જઈ રહ્યા છે. જેની ઓફીશીયલ જાહેરાત  સાઉથ આફ્રિકાના ક્રિકેટર્સ અને વિરાટ કોહલીના ખાસ મિત્ર એ.બી.ડીવિલિયર્સએ કરી છે.  એબીડી એ કહ્યું કે મારે વિરાટ કોહલી સાથે હમણાં જ વાત થઇ છે અને તે બીજીવાર પિતા બનવા જઈ રહ્યો છે માટે તે ફેમીલી સાથે સમય વિતાવી રહ્યો છે.    

Virat Kohli

Virat Kohli : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. પરંતુ આ સીરિઝની શરૂઆત પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ પ્રથમ 2 મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે વિરાટ કોહલી અંગત કારણોસર પ્રથમ 2 ટેસ્ટ મેચનો ભાગ નહીં હોય. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે વિરાટ કોહલીની માતાની તબિયત સારી નથી. આ કારણોસર તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. પરંતુ આ પછી વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ આ વાતોને ફગાવી દીધી હતી.

Virat Kohli

હવે પ્રશ્ન એ છે કે વિરાટે પોતાનું નામ પાછું કેમ ખેંચ્યું? આ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ સમાચારની પુષ્ટિ વિરાટ કોહલીના ખાસ મિત્ર એબી ડી વિલર્સે કરી છે.

Virat Kohli  : એબી ડી વિલર્સે કરી પુષ્ટિ

એબી ડી વિલર્સે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, “તાજેતરના દિવસોમાં વિરાટ કોહલી સાથે મારી વાતચીત થઈ હતી. હાલમાં વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે છે. વિરાટ કોહલી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે. તેથી તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે.”

Virat Kohli

Virat Kohli-અનુષ્કા 2021માં બન્યા હતા માતા-પિતા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 2021માં પહેલીવાર માતા-પિતા બન્યા હતા. તે સમયે અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો હતો. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરીનું નામ વિરુષ્કા છે. હવે એબી ડી વિલર્સની વાત માનીએ તો આ કપલ બીજી વખત માતા-પિતા બનશે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने