VIRAL VIDEO :  આ રીક્ષા ચાલકનો કડકડાટ અંગ્રેજી બોલતો વિડીઓ થઇ રહ્યો છે જોરદાર વાયરલ

0
1

VIRAL VIDEO : શું તમે ક્યારેય કોઈ રિક્ષાચાલકને અદ્ભુત અંગ્રેજી બોલતા સાંભળ્યો છે ?  જો તમે માનતા હોવ કે ઉંચી ઈમારતોમાં રહેતા શહેરી લોકો જ અંગ્રેજી બોલે છે તો ભાઈ… આ વિડિયો તમારા માટે છે. આ રિક્ષાચાલકે અંગ્રેજીને ‘ઊંચાવર્ગ’ની ભાષા માનતા ઘણા લોકોની વિચારસરણી બદલવાનું કામ કર્યું છે.

VIRAL VIDEO

VIRAL VIDEO : જો તમે માનતા હોવ કે અંગ્રેજી શીખવું એ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, તો તમે આ રિક્ષાચાલક પાસેથી પ્રેરણા પણ લઈ શકો છો,  કહેવાય છે ને કે  જ્યારે ઇચ્છા અને જુસ્સો હોય ત્યારે વ્યક્તિ કંઈપણ શીખી શકે છે. આ જ કારણ છે કે આ ભાઈનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

VIRAL VIDEO

VIRAL VIDEO ને જોરદાર વ્યૂઝ મળ્યા

આ વિડિયો સોશિયલ મીડિયા X પર યૂઝર @chandan_stp દ્વારા 11 ફેબ્રુઆરીએ શેર કરવામાં આવ્યો હતો અને લખ્યું હતું – ભાઈનું અંગ્રેજી સાંભળો અને ભાઈને પ્રખ્યાત કરો. જો કે, આ ક્લિપ ખરેખર 8 ફેબ્રુઆરીના રોજ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @your_daily_guide99 પરથી પોસ્ટ કરવામાં આવી હતી, જેના કેપ્શનમાં લખ્યું હતું – સમજાવવાની રીત થોડી કેઝ્યુઅલ છે.

VIRAL VIDEO

આ ઇન્સ્ટા પોસ્ટને અત્યાર સુધી તેને 38  લાખથી વધુ લાઇક્સ અને 40.2 મિલિયન (4 કરોડથી વધુ) વ્યૂઝ મળ્યા છે. જ્યારે 20 હજારથી વધુ યુઝર્સે કમેન્ટ કરી છે. મોટાભાગના વપરાશકર્તાઓ રિક્ષાચાલકના આત્મવિશ્વાસ અને અંગ્રેજી બોલવાની શૈલીની પ્રશંસા કરી રહ્યા છે.

VIRAL VIDEO : જૂની દિલ્હીની વિશેષતા અંગ્રેજીમાં સમજાવી!

આ વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે રિક્ષા ચાલક વિદેશીને જૂની દિલ્હી વિશે જણાવી રહ્યો છે. તેની રિક્ષા પર સવાર દંપતી બ્રિટનના હોવાનો દાવો કરે છે. તે માણસ તેમને કહે છે- હું તમને બજારમાં લઈ જઈશ જ્યાં વિવિધ પ્રકારની દુકાનો છે. અહીંની શેરીઓ ખૂબ જ સાંકડી છે.

VIRAL VIDEO

આવી સ્થિતિમાં, જો તમારે કોઈ વસ્તુ ખરીદવી હોય અથવા ફોટોગ્રાફી કરવી હોય, તો મને જણાવો, હું રોકીશ. આ સિવાય તે પોતાની રિક્ષાને હેલિકોપ્ટર તરીકે પણ સંબોધે છે. નજીકમાં હાજર વ્યક્તિ રિક્ષાચાલક સાથેની વાતચીતને પકડી લે છે અને તેના વખાણ કરે છે, જેના માટે તે વ્યક્તિ તેનો આભાર માને છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने