ઝડપી-વાણિજ્ય પ્લેટફોર્મ બ્લિંકિટ (Blinkit) પરથી તેના જર્મન સાથીદાર માટે પરંપરાગત ભારતીય વસ્ત્રોનો ઓર્ડર આપવા વિશે એક સોશિયલ મીડિયા વપરાશકર્તાની પોસ્ટ ઑનલાઇન વાયરલ થઈ છે. X (અગાઉ ટ્વિટર) પર વપરાશકર્તા દેબરુન તાલુકદારે શેર કરતા કહ્યું કે, જર્મનીના તેમના સાથીદારે તહેવારોની સિઝન દરમિયાન તેમની ભારતીય ઓફિસની મુલાકાત લીધી અને દરેકને પરંપરાગત ભારતીય વસ્ત્રો પહેરેલા જોઈને આશ્ચર્ય થઇ ગયા. જર્મન કર્મચારીને ખ્યાલ નહોતો કે તે દિવાળી પૂજા માટે ઓફિસમાં હાજર છે, તેથી જ કંપનીના ભારતીય કર્મચારીઓએ બ્લિંકિટ (Blinkit) થી તેમના જર્મન સહકર્મચારી માટે કુર્તાનો ઓર્ડર આપ્યો હતો.
જર્મનીથી આવેલા સહકર્મીનો દેશી લૂક વાયરલ
દેબરુન તાલુકદારે ટ્વીટમાં લખ્યું છે કે, જર્મનીથી મારા સાથીદારે આજે ઈન્ડિયા ઓફિસની મુલાકાત લીધી અને દરેકને પરંપરાગત કપડાં પહેરેલા જોઈને આશ્ચર્ય થયું (અમે આજે ઓફિસમાં દિવાળીની પૂજા કરી હતી). દરેકને તે કુર્તા પાયજામા જોઈતો હતો અને મારા માટે આશ્ચર્યની વાત એ છે કે @letsblinkit 10 મિનિટથી ઓછા સમયમાં ડિલિવરી કરી રહ્યું હતું!, અદ્ભુત!. દેબારુને બ્લંકિટ (Blinkit) દ્વારા મન્યાવરથી મંગાવેલા કુર્તા પાયજામા પહેરેલા તેના જર્મન સાથીદારની તસવીર પણ શેર કરી હતી.
Blinkit CEO એ પ્રતિક્રિયા આપી
દેબારુન તાલુકદારની પોસ્ટે માત્ર સોશિયલ મીડિયા યુઝર્સ જ નહીં પણ બ્લિંકિટ Blinkit ના CEO (સીઈઓ) અલબિંદર ધીંડસાનું પણ ધ્યાન ખેંચ્યું હતું. હાલમાં વાયરલ થયેલી પોસ્ટનો જવાબ આપતા ઢિંડસાએ લખ્યું, ‘ખુશી છે કે અમે મદદ કરી શક્યા’. તેણે એમ પણ લખ્યું છે કે બ્લિંકિટે થોડા દિવસો પહેલા જ તેની એપ પર મણ્યાવરના પોશાકને પોતાની લીસ્ટમાં ઉમેર્યું હતું.
બ્લિંકિટના સીઈઓએ મજાક કરતા ટ્વીટ કરીને કહ્યું;
‘ऑफिस दिवाली पार्टियों में कुर्ता न पहनने का अब कोई कारण नहीं है.’
– Blinkit CEO