Viral Conjunctivitis – આંખોમાં વાઈરલ ઇન્ફેકશન લાગે તો શું કરવું ?

0
273
આંખોમાં વાઈરલ ઇન્ફેકશન લાગે તો શું કરવું ?
આંખોમાં વાઈરલ ઇન્ફેકશન લાગે તો શું કરવું ?

હાલના સમયમાં Conjunctivitis નો Epidemic ફેલાયો છે ..રાજ્યમાં આંખો આવવી અને સરકારી દવાખાના હોય કે ખાનગી , દર્દીઓની લાંબી લાઈન લગતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે આંખોમાં વાઈરલ ઇન્ફેકશન લાગે તો તુરંતજ આંખોમાં ઇન્ફેકશન લાગે તો તજજ્ઞ તબીબની સલાહ લઈને ઉપચાર કરવો જોઈએ . હાલ એકલા અમદાવાદમાં 50, 000 જેટલા અંદાજે કેસ આવ્યા છે. અને ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો વડોદરામાં દસ હજાર અંદાજે કેસ તેમજ અન્ય મહાનગરોમાં પણ આંખો આવવાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે . ત્યારે જાણીએ કેવી રીતે ફેલાય છે આ વાઈરલ રોગ અને શું કરવું જોઈએ ..

– આ રોગ સ્પર્શથી આંખને અડવાથી તથા છીંક તથા ઉધરસથી ફેલાય છે. –

– માત્ર જોવાથી આ રોગ નથી ફેલાતો. – મોટા ભાગે કોઇપણ દવા ન કરવા છતાંય આ રોગ 5-7 દિવસમાં રોગ પ્રતિકારક શક્તિ પ્રમાણે મટી જાય છે. જોકે અસહ્ય પીડા કે વધુ લક્ષણો જણાય તો તુરંત આંખના ડૉક્ટરને બતાવવું

જો આંખો આવે તો શું ન કરવું?

– આંખને હાથ નહીં લગાવવો.

– રૂમાલ કે કપડાંથી આંખ લૂછવી કે ખંજવાળવી નહીં.

– એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું.

– અસરગ્રસ્ત વ્યક્તિએ પોતાના રૂમાલ કે નેપકીન, ચાદર, તકીયા વગેરે બીજાને ન આપવા તેમજ અલગ પણ રાખવા.

– કોમ્પ્યુટર કી-બોર્ડ, મોબાઈલ, ચાવી કે પેન વગેરે પણ શેર કરશો નહી.

– બને ત્યાં સુધી બીજાની કોઇપણ વસ્તુને અડવાનું ટાળો

– શાળા તથા જાહેર સ્થળોએ જવું નહીં.

– સીધી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી નહીં.

– ડૉક્ટરને પૂછ્યા વિના આંખના ટીપા નાખવા નહીં.

-ઉપાયો જાણો ..શું કરવું ?

– આંસુ ટીસ્યુ પેપરથી લૂછી ડસ્ટબીનમાં ફેંકવું.

– પોકેટ સેનિટાઈઝર સાથે રાખો અને વારંવાર હાથ સાફ કરો.

– વાલીઓએ બાળકોને યોગ્ય સૂચના સાથે જેલયુક્ત પોકેટ હેન્ડ સેનિટાઈઝર આપવું જોઇએ.

– વારંવાર સાબુથી હાથ ધોવો.

– ડૉક્ટરને પૂછી એન્ટિબાયોટિક આઇ ડ્રોપ્સ કે આંખની ટ્યુબ પણ લગાવી શકાય.

ખાસ નોંધ– આયુર્વેદની માહિતી અલગ અલગ જાણકારો અને આયુર્વેદના પુસ્તકોને આધારે લેવામાં આવી છે. વી આર લાઇવ વાચક મિત્રોએ પોતાની સુઝબુજ અને વિવેક શક્તિથી આયુર્વેદના ઉપચાર , તેની યોગ્ય માત્રા તજજ્ઞ વૈદ્યની સલાહને આધારે કરવો તેવી વિનંતી કરે છે . અહી માત્ર માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.