પશ્ચિમ બંગાળમાં હિંસા એ બીજેપીનો ષડયંત્ર છે- મમતા બેનર્જી

0
238

શુક્રવારે પણ હાવડામાં ભડકી હિંસા

પશ્ચિમ બંગાળના હાવડામાં ગુરુવારે રામનવમી પર્વે શોભાયાત્રા દરમિયાન હિંસાની ઘટનાઓ બની હતી, જેમાં બે સમુદાયો સામ-સામે આવી ગયા હતા. આ દરમિયાન પથ્થરમારા સહિત આગચંપીની પણ ઘટના બની હતી. તો શુક્રવારે ફરી હાવડામાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી, અને હાવડાના શિવપુરમાં પથ્થમારો થયો છે. હાવડાની હિંસા પર મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમે કોઈપણ શોભાયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા બગાડનારાઓને ક્યારેય સાંખી લેવામાં નહીં આવે… મુખ્યમંત્રીએ કહ્યું કે, હાવડા હિંસાની ઘટનામાં અત્યાર સુધીમાં 41 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, જે લોકોએ હિંસા ભડકાવી, તે લોકો હિન્દુ નહોતા, તે લોકોને બહારથી લાવવામાં આવ્યા હતા. ભાજપ બંગાળને અશાંત કરવા ઈચ્છે છે. લઘુમતી સમુદાયના લોકો રમઝાનમાં વ્યસ્ત હોવાથી તેઓ હિંસામાં સામેલ નથી.