મણીપુરમાં હિંસા યથાવત

0
59
Violence continues in Manipur
Violence continues in Manipur

મણીપુરમાં હિંસા યથાવત

અજાણ્યા બંદૂકધારીઓ અને આસામ રાઇફલ્સના જવાનો વચ્ચે ગોળીબાર

બંદૂકધારીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન

મણીપુરમાં હિંસા યથાવત છે.ગુરુવારે સવારે 5 વાગ્યે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમમાં ઉત્તર બોલજંગમાં અજાણ્યા બંદૂકધારીઓ અને આસામ રાઇફલ્સના જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો.મણીપુરમાં હિંસામાં અનેક લોકો જીવ ગુમાવી ચુક્યાં છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને બંદૂકધારીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે .સૂત્રોના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે 5:45 વાગ્યાની આસપાસ ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં YKPIની ઉત્તરે આવેલા ઉરંગપત પાસે નાના હથિયારોના ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. અજાણ્યા બંદૂકધારીઓએ હરોથેલમાં ગોળીબાર કર્યો હતો.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે 24મી જૂને બેઠક બોલાવી

દિલ્લીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી

કોંગ્રેસના નેતા  કે.સી. વેણુગોપાલનું નિવેદન

મણિપુર છેલ્લા 53 દિવસથી સળગી રહ્યું છેઃ કે.સી. વેણુગોપાલ

પીએમ મોદી આ અંગે એક શબ્દ પણ બોલ્યો નહીઃ કે.સી. વેણુગોપાલ

કેન્દ્રીય મંત્રી અમિત શાહે 24મી જૂને  દિલ્લીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે . આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે જણાવ્યું હતું કે  અમે પીએમ મોદીની મુલાકાતની અપેક્ષા રાખી રહ્યા હતા. મણિપુર છેલ્લા 53 દિવસથી સળગી રહ્યું છે પરંતુ  પીએમ મોદીએ આ અંગે  એક શબ્દ પણ બોલ્યો નહીં. મણિપુરનું પ્રતિનિધિમંડળ વડાપ્રધાનને મળવા માટે છેલ્લા 10 દિવસથી અહીં હતું પરંતુ તેઓ મળ્યા ન હતા. તો હવે દિલ્હીમાં બેઠકનો શું ફાયદો?:

શાળઓ પણ કરવામાં આવી છે બંધ

૧ જુલાઈ સુધી શાળાઓ રહેશે બંધ

ઈન્ટરનેટ સેવા પણ બંધ રહેશે

25 જૂન સુધી ઇન્ટરનેટ સેવા બંધ

ગૃહમંત્રી અમિત શાહની બેઠક બાદ અને સમીક્ષા બાદ પણ હજુ પણ મણિપુરની હિંસા શાંત નથી થઇ રહી.બુધવારના રોજ પણ મણિપુરના કેટલાક વિસ્તારમાં ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. મણિપુર હિંસાને જોતા સરકારે એક જુલાઈ સુધી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ પણ 25 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે

વાંચો અહીં દિલ્હીમાંઃમંદિરની રેલીંગ તોડવાને લઈને હોબાળો