અમેરિકાના દિગ્ગજ નેતાનો ચોંકાવનારો દાવો
નિક્કી હેલીનું ચીન અંગે નિવેદન
‘ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે : નિક્કી હેલી
દુનિયાના અસ્તિત્વ માટે ખતરો : નિક્કી હેલી
અમેરિકાના દિગ્ગજ નેતાએ ચીન અંગે દાવો કર્યો છે. ચીનને અમેરિકા અને વિશ્વ માટે અસ્તિત્વ માટેનો ખતરો ગણાવતા રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ દાવો કર્યો છે કે ડ્રેગન હવે અમેરિકા સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.ભારત વંશી નિક્કી હેલીએ ન્યૂ હેમ્પશાયરમાં અર્થવ્યવસ્થા પર એક મુખ્ય નીતિગત ભાષણમાં કહ્યું કે ચીને અમેરિકાને હરાવવા માટે અડધી સદી વિતાવી છે અને કેટલીક બાબતોમાં ચીનની સૈન્ય પહેલાથી જ યુએસ સશસ્ત્ર દળોની બરાબરી પર છે. હેલીનું ભાષણ તેના ભારતીય-અમેરિકન રિપબ્લિકન હરીફ વિવેક રામાસ્વામીએ ઓહાયોમાં ચીન પર વિદેશ નીતિનું ભાષણ આપ્યાના બે દિવસ બાદ આવ્યું હતું. હેલી અને રામાસ્વામી બંને રિપબ્લિકન પાર્ટીમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ લોકપ્રિય ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે.
ચીન રેકોર્ડ સમયમાં આર્થિક રીતે પછાત દેશોથી પૃથ્વીની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા
નિક્કીએ આરોપ લગાવ્યો કે, ચીને અમેરિકાની મેન્યુફેક્ચરિંગ સબંધી નોકરીઓ છીનવી લીધી છે. તેમણે કહ્યું કે, ચીને આપણા વ્યવસાયના રહસ્યો જાણી લીધા છે. અને હવે તે દવાઓથી લઈને અદ્યતન ટેકનોલોજી સુધીના મહત્વના ઉદ્યોગો પર નિયંત્રણ કરી રહ્યુ છે. ચીન રેકોર્ડ સમયમાં આર્થિક રીતે પછાત દેશોથી પૃથ્વીની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. હેલીએ કહ્યું કે, તેનો ઈરાદો પ્રથમ સ્થાને પહોંચવાનો છે અને કમ્યુનિસ્ટ પાર્ટીના ઈરાદા સ્પષ્ટ છે. તે એક વિશાળ અને અત્યાધુનિક સશસ્ત્ર દળોનું નિર્માણ કરી રહ્યુ છે જે અમેરિકાને ધમકાવવા અને એશિયા તથા અન્ય સ્થળોએ પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે સક્ષમ છે
ચીન અમેરિકન સશસ્ત્ર દળોની બરાબર છે
તેમણે કહ્યું કે ચીનની સેના પહેલાથી જ અમેરિકી સશસ્ત્ર દળોની બરાબર છે. અન્ય ક્ષેત્રોમાં તેઓ અમને પાછળ રાખી રહ્યા છે. ચીનના નેતાઓ એટલો આત્મવિશ્વાસ ધરાવે છે કે તેઓ આપણા આકાશમાં જાસૂસી ફુગ્ગાઓ મોકલી રહ્યા છે અને આપણા કિનારાથી જ ક્યુબામાં જાસૂસી બેઝ બનાવી રહ્યા છે. ભૂતપૂર્વ યુએસ એમ્બેસેડરે યુએનને જણાવ્યું હતું કે તે કોઈપણ ખર્ચના બિલને વીટો કરશે જે યુએસને કોવિડ પહેલાના ખર્ચના સ્તર પર પાછા ન લઈ જાય.
વાંચો અહીં બિહારમાં વધુ એક બ્રિજ ધરાશાયી