રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના વખાણ કર્યા,શશિ થરૂરે કહી આ વાત

0
66
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના વખાણ કર્યા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પીએમ મોદીના વખાણ કર્યા

કોંગ્રેસ નેતા શશિ થરૂરની પ્રતિક્રિયા

રશિયન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસાથી ખુશ : શશિ થરૂર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા બાદ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે તેઓ રશિયન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસાથી ખુશ છે. મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું, ‘મને એ સાંભળીને આનંદ થયો કે રશિયાના રાષ્ટ્રપતિએ ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી. આ 1947ની નીતિ  છે જ્યારે અમે અમારી સ્વાયત્તતા જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો.તેમણે વધુમાં કહ્યું, ‘ભારત અને તેના તમામ નેતાઓ માટે, નેહરુજીથી શરૂ કરીને, તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ હતું કે ભારત વિશ્વની બાબતોમાં સ્વતંત્ર વલણ જાળવી રાખે. 1947થી આ અમારી નીતિ છે અને મને ખુશી છે કે રાષ્ટ્રપતિ પુતિને અમારી પ્રશંસા કરી છે.

પુતિને ભારતના વખાણ કર્યા

ગુરુવારે, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સોચીમાં વાલ્ડાઈ ઇન્ટરનેશનલ ડિસ્કશન ક્લબની પૂર્ણ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં તેમણે ભારતના વખાણ કર્યા અને કહ્યું કે ભારતનો આર્થિક વિકાસ સાત ટકાથી વધુ છે. ભારત એક શક્તિશાળી દેશ છે. ભારત દર વર્ષે વધુ શક્તિશાળી બની રહ્યું છે. તેથી, ભારત કાયમી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં બેઠક માટે યોગ્ય રીતે હકદાર છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દર વર્ષે વિકાસ કરી રહ્યું છે.

પુતિને ફરી એક વખત પીએમ મોદીના વખાણ કર્યા

પુતિને મેક ઈન ઇંડિયા પ્રોજેક્ટના વખાણ કર્યા

નરેન્દ્ર મોદી બુદ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવે છે : પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.. તેમને કયું કે મોદી ખુજ જ હોશિયાર અને બુદ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના નૈતૃત્વમાં ભારતે વિકાસના ક્ષેત્રમાં હરણફાળ ભરી છે. આ સાથે જ તેમણે બે દેશ વચ્ચેની મિત્રતાને પણ યાદ કરી હતી.જણાવ્યું હતું કે મોદીની લીડરશિપમાં ભારત વિકાસની રાહ પર છે અને અમારા ભારત સાથેના સંબંદો પણ મજબુત છે. વિકાસના એજન્ડા પર કામ કરવા માટે ભારત અને રશિયા બંને એકબીજાના હિતને જોઈ રહ્યું છે. જણાવવું રહ્યું કે પુતિને આ પ્રશંસા જી-20 સમિટ કે જે તાજેતરમાં ભારતમાં દ્વારા આયોજીત કરવામાં આવી હતી તેને ધ્યાનમાં રાખીને કરી હતી. પુતિને ભારતના મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટના ભારોભાર વખાણ કરતા જણાવ્યું કે આપણે આપણા મિત્ર ભાગીદાર દેશ પાસેથી શિખીને તેનું અનુકરણ કરવું જોઈએ, ભારત તેનું ઉદાહરણ છે કે જે ભારતીય બનાવટના ઉત્પાદનો પર ફોકસ વધારી રહ્યા છે અને પીએમ મોદી મેક ઈન ઈન્ડિયા પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે સારી મહેનત કરી રહ્યા છે.