ઈરાકમાં લગ્ન સમારોહ દરમિયાન લાગી ભીષણ આગ, 100થી વધુનાં મોત

0
69
ઈરાકમાં લગ્ન સમારોહ દરમિયાન લાગી ભીષણ આગ, 100થી વધુનાં મોત
ઈરાકમાં લગ્ન સમારોહ દરમિયાન લાગી ભીષણ આગ, 100થી વધુનાં મોત

ઈરાકમાં લગ્ન સમારોહ દરમિયાન લાગી ભીષણ આગ

આગમાં 100થી વધુનાં મોત

આગમાં 150 લોકો થયા ઘાયલ

ઈરાકમાં લગ્ન સમારોહ દરમિયાન નિનેવેહ પ્રાંતના હમદાનિયા જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે એક લગ્ન સમારંભમાં લાગેલી આગમાં 100 લોકોના મોત થયા છે અને 150 લોકો ઘાયલ થયા છે. બુધવારે સવારે માહિતી આપતા, ઇરાકી રાજ્ય મીડિયાએ સ્થાનિક સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. સ્થાનિક નાગરિક સંરક્ષણએ જણાવ્યું હતું કે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રમાં એક મોટા ઇવેન્ટ હોલમાં આગ લાગી હતી જ્યારે ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેના કારણે આ ભયાનક આગ ફાટી નીકળી હતી.

PMના તપાસના આદેશ

સ્થાનિક અધિકારીઓના જણાવ્યાનુસાર મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે

આગ ઈરાકના નિનેવે પ્રાંતના હમદાનિયા વિસ્તાર માં લાગી હતી

સત્તાવાર નિવેદનો અનુસાર, ફેડરલ ઇરાકી સત્તાવાળાઓ અને ઇરાકના અર્ધ-સ્વાયત્ત કુર્દીસ્તાન ક્ષેત્રના અધિકારીઓ દ્વારા એમ્બ્યુલન્સ અને તબીબી ટીમોને સ્થળ પર મોકલવામાં આવી હતી. ઘટનાસ્થળ પર હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આગ સ્થાનિક સમય અનુસાર લગભગ 10:45 કલાકે બિલ્ડિંગમાં લાગી હતી અને ઘટના સમયે સેંકડો લોકો હાજર હતા.

તપાસના આદેશ અપાયા  

વીડિયો ફૂટેજમાં મેરેજ હોલમાં લાગેલી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. આગ લાગ્યા બાદ જ્યારે લોકો ઘટનાસ્થળેથી પસાર થઇ રહ્યા હતા તો ફક્ત કાટમાળ જ જોઈ શકાતો હતો. આ ઘટનામાં જીવ બચાવનારા લોકો ઓક્સિજન માટે સ્થાનિક હોસ્પિટલે પહોંચ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ બદ્રએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી પ્રભાવિત લોકોને રાહત આપવા માટે તમામ પ્રયાસો થઇ રહ્યા છે. વડાપ્રધાન મોહમ્મદ શિલા અલ સુદાનીએ આગની તપાસના આદેશ આપ્યા હતા. 

વાંચો અહીં દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે વહીદા રહેમાનની પસંદગી