ન્યૂયોર્ક સિવિલ કોર્ટ, “ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના પુત્રો છેતરપિંડી કેસમાં જવાબદાર”

2
162
Donald Trump New York civil case
Donald Trump New York civil case

ન્યૂયોર્ક કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પુત્રોને કૌટુંબિક વ્યવસાયની મિલકત તેમજ અન્ય સંપત્તિના મૂલ્યમાં છેતરપિંડીના કેસમાં દોષી જાહેર કર્યાં છે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ટ્રમ્પની આ મોટી હારથી રાજ્યમાં તેમના બિઝનેસ પર ગંભીર અસર પાડી શકે તેમ છે. મેનહટનમાં ન્યૂયોર્ક કોર્ટના  ન્યાયમૂર્તિ આર્થર એન્ગોરોનએ આ ચુકાદો આપ્યો છે.

ન્યાયાધીશ આર્થર એન્ગોરોને નક્કી કર્યું હતું કે, ટ્રમ્પ તેમજ તેમના પુત્રાને તેમની કંપનીએ તેમની મિલકતોનું “મોટા પ્રમાણમાં” મૂલ્યાંકન કરીને અને સોદા કરવા માટે ઉપયોગમાં લેવાતા કાગળ પર રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિની નેટવર્થને અતિશયોક્તિ કરીને બેંકો, વીમા કંપનીઓ અને લેણદારોને છેતર્યા હતા.

gettyimages 907175636

ન્યાયમૂર્તિ એન્ગોરોનએ ઠરાવો રદ કરવાનો આદેશ પણ આપ્યો જે ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન સહિત ટ્રમ્પના કેટલાક બિઝનેશને ન્યૂયોર્કમાં કામ કરવાની પરવાનગી આપે છે. કોર્ટે ટ્રમ્પના છેતરપિંડી ધરવતા બિઝનેસને સમાપ્ત કરવા રીસીવરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાધીશે વર્ણવ્યું કે કેવી રીતે ટ્રમ્પ તેમ જ તેમના પુખ્ત પુત્રો ડોનાલ્ડ જુનિયર અને એરિક તેમ જ ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન અને અન્ય પ્રતિવાદીઓએ તેમના બિઝનેશ જરૂરિયાતોને અનુરૂપ મૂલ્યાંકન કર્યું અને ટ્રમ્પની નેટવર્થમાં વધારો કર્યો, જે એક પ્રકારની છેતરપિંડી જ છે.

તેના 35 પાનાના ચુકાદામાં, એન્ગોરોને લખ્યું છે કે ટ્રમ્પ દ્વારા સબમિટ કરવામાં આવેલા નાણાકીય નિવેદનોમાં “સ્પષ્ટપણે કપટપૂર્ણ મૂલ્યાંકન છે જેનો પ્રતિવાદીઓ વ્યવસાયમાં ઉપયોગ કરે છે.”

The decision could affect Trumps business

ટ્રમ્પ અને અન્ય પ્રતિવાદીઓએ દલીલ કરી છે કે તેઓએ ક્યારેય છેતરપિંડી કરી નથી, અને પડકારવામાં આવેલા વ્યવહારો નફાકારક હતા. તેઓ એન્ગોરોનના નિર્ણય સામે અપીલ કરવાની યોજના બનાવી રહ્યા છે. ટ્રમ્પના વકીલ ક્રિસ્ટોફર કિસે જણાવ્યું કે, “આજનો આક્રોશપૂર્ણ નિર્ણય હકીકતો અને નિયમનકારી કાયદાથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ છે.” તેમણે વધુમાં કહ્યું,  “પ્રમુખ ટ્રમ્પ અને તેમનો પરિવાર ન્યાયના આ ભૂલને સુધારવા માટે તમામ ઉપલબ્ધ અપીલ કરી નવા ઉપાયોની શોધ કરશે”

એક્સ પર, જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું, એરિક ટ્રમ્પે કહ્યું હતું કે આ નિર્ણય તેમના પિતાને “નષ્ટ કરવાનો પ્રયાસ” છે.

નાના ટ્રમ્પે લખ્યું, “આજે, મને ન્યૂયોર્કની તમામ કાયદાકીય વ્યવસ્થામાંથી વિશ્વાસ ગુમાવી દીધો છે.” 

યુનિવર્સિટી ઓફ મિનેસોટા લો સ્કૂલ ખાતે નાણાકીય નિયમન માટે પ્રતિષ્ઠિત વિદ્વાન જણાવ્યું કે, “આ એક વિનાશક ચુકાદો છે, તેમણે કહ્યું કે બિઝનેસ સર્ટિફિકેટ રદ કરવાથી ટ્રમ્પની પૈસા કમાવવાની ક્ષમતાને નુકસાન થઈ શકે છે.”

“જો નિર્ણય યથાવત રાખવામાં આવે છે, તો તેઓએ એલએલસીને ફડચામાં મૂકવી પડશે જે વાસ્તવમાં મોટાભાગની સંપત્તિ ધરાવે છે,”

ટ્રમ્પ 2024 માટે રિપબ્લિકન પ્રમુખપદની નોમિનેશનની માટે તૈયારીઓ કરી રહ્યા છે અને વિવિધમાં કેસોમાં ગુનાહિત આરોપોનો સામનો કરવા છતાં તેમણે પ્રમુખપદની રેસમાં કમાન્ડિંગ લીડ જાળવી રાખી છે.

ટ્રમ્પએ ‘ટ્રુથ’ સોશિયલ પ્લેટફોર્મ પરની એક પોસ્ટમાં, તમામ આરોપોને “હાસ્યાસ્પદ અને અસત્ય” ગણાવ્યા હતા અને એન્ગોરોનને ડેમોક્રેટ જેમ્સની બિડિંગ કરતા ‘વિકૃત’ જજ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

ટ્રમ્પે લખ્યું, “આ ડેમોક્રેટ પોલિટિકલ કાયદો વ્યવસ્થા છે અને તેમાં ‘પીસાચનો શિકાર’ એવા સ્તરે પહોચ્યું છે જે પહેલાં ક્યારેય જોવામાં આવ્યું ન હતું. જો તેઓ મારી સાથે આ કરી શકે છે, તો તેઓ તમારી સાથે પણ આ કરી શકે છે..!”

ટ્રમ્પે પુરાવા વિના વારંવાર ભારપૂર્વક કહી રહ્યા છે કે, તેઓ પર જે આરોપોનો લગાવવામાં આવ્યો છે તે ‘પિસાચ શિકાર’ છે.

જેમ્સે સપ્ટેમ્બર 2022 માં ટ્રમ્પ પર દાવો માંડ્યો હતો, ટ્રમ્પ તેમજ ત્રણ પુખ્ત બાળકો અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનને વધુ સારી શરતો પૂરી પાડવા માટે બેંકો અને વીમા કંપનીઓને છેતરવા માટે સંપત્તિ મૂલ્યો અને તેની નેટ વર્થ વિશે એક દાયકા સુધી જૂઠું બોલવાનો આરોપ મૂક્યો હતો.

Manhattans Trump Tower 2

એન્ગોરોને જણાવ્યું હતું કે જેમ્સે “નિર્ણાયક પુરાવા” સબમિટ કર્યા છે કે ટ્રમ્પે તેમની નેટવર્થ $812 મિલિયન અને $2.2 બિલિયનની વચ્ચે વધારી છે. ન્યાયાધીશે જણાવ્યું હતું કે ટ્રમ્પના ઓવર-વેલ્યુએશનમાં ફ્લોરિડામાં તેમની માર-એ-લાગો એસ્ટેટ, મેનહટનમાં ટ્રમ્પ ટાવરમાં આવેલું પેન્ટહાઉસ એપાર્ટમેન્ટ અને વિવિધ ઓફિસ બિલ્ડિંગ્સ અને ગોલ્ફ કોર્સનો સમાવેશ થાય છે. જજે ટ્રમ્પના દાવા સાથે ખાસ મુદ્દો ઉઠાવ્યો કે, મેનહટનમાં આવેલા પેન્ટહાઉસ 30,000 ચોરસ ફૂટ (2,787 ચોરસ મીટર) હતું, જે તેના વાસ્તવિક કદ કરતાં લગભગ ત્રણ ગણું હતું, પરિણામે તેનું મૂલ્ય $207 મિલિયન જેટલું વધારે થયું હતું.

Mar a Lago estate

એન્ગોરોને ચુકાદો આપતા કહ્યું કે, “એક રિયલ એસ્ટેટ ડેવલપર દ્વારા દાયકાઓની પોતાની રહેવાની જગ્યાને માપવા માટેના આ ક્રમની વિસંગતતા માત્ર છેતરપિંડી ગણી શકાય,”

દેશ-વિદેશના વધુ સમાચાર જાણવા – ક્લિક કરો અહી –

સૌથી ખરાબ માનવતાવાદી કટોકટી, રાતોરાત છોડવા પડ્યા દેશ

ઈરાકમાં લગ્ન સમારોહ દરમિયાન લાગી ભીષણ આગ, 100થી વધુનાં મોત

પાકિસ્તાની શ્રદ્ધાળુ ઓ ભારત આવ્યાં,રૂરકીના કલિયર ઉર્સમાં થશે શામેલ

ખાલિસ્તાની આતંકવાદી પન્નું સામે NIAની લાલ આંખ, સંપતિ કરી જપ્ત

ISI સાથે ખાલિસ્તાની ‘ગુપ્ત બેઠક, શું બની રહી છે પ્લાન?

2 COMMENTS

Comments are closed.