દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની ટ્વીટરને લઇ મજેદાર ટ્વીટ

0
234

હવે પૈસા પણ ભર્યા, અમારા નામની આગળ વાદળી કમળ લગાવી દો ભાઈ : બચ્ચન

બોલિવુડ સ્ટાર્સ, ક્રિકેટર્સ અને રાજકારણીઓના ટ્વીટર એકાઉન્ટમાંથી બ્લુ ટીક ગાયબ થઇ જતા જ સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આ યાદીમાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનું નામ પણ સામેલ છે. જોકે, અગાઉથી જ માહિતી આપવામાં આવી હતી કે, ૨૦ એપ્રિલના રોજ સબસ્ક્રિપ્શન વિનાના ખાતામાંથી બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે. આ અંગે હવે અમિતાભ બચ્ચને ટ્વીટ કરતા લખ્યું છે કે, “હે ટ્વિટર ભાઈ! તમે સાંભળી રહ્યા છો? હવે અમે પૈસા પણ ભર્યા છે, તો અમારા નામની આગળ જે વાદળી કમળ છે, તેને પાછું મૂકી દો ભાઈ, જેથી લોકોને ખબર પડે કે અમે જ છીએ – અમિતાભ બચ્ચન..અમે હાથ જોડ્યા. હવે, શું પગે પડું?” બચ્ચનની આ મજેદાર ટ્વીટ હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે.